ambaji puja

Chaitri Navratri: ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 22 માર્ચ:
Chaitri Navratri: હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંત નો આજથી શરુ થયો છે અને આજે સિંધી સમાજ માં ચેટીચાંદ નો પર્વ પણ છે સાથે આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે

આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આ વખતે કોરોના નું જોર ઘટતા ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો હતો

આજથી ચૈત્રી નવરાત્રી (Chaitri Navratri) શરુ થતા અંબાજી મંદિર ના સભા મંડપ માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ઘટ્ટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રિત કરી ને જવેરા વાવવામાં આવ્યા હતા આજની ઘટ્ટ સ્થાપન વિધિ માં ડેપ્યુટી કલેકટર અને મંદિર ના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તો વર્ષ માં બે મોટી નવરાત્રી આવે છે આસો અને ચૈત્ર માસ ની બંને નવરાત્રી માં ચૈત્ર નવરાત્રી માતાજી ની આરાધના માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે એટલુંજ નહીં આજે ઘટ્ટ સ્થાપના માં જે જવેરા વાવવામાં આવે છે તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે

આજથી શરુ થયેલી ચૈત્રી નવરાત્રી(Chaitri Navratri) ને લઈ અંબાજી મંદિર માં નવ દિવસ એક વધારા ની આરતી પણ કરવામાં આવશે સવાર ની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપન ની આરતી અને સાંય કાળ ની આરતી કરવામાં આવશે

આ પણ વાંચો:Festival & celebration in India: ભારતભરમાં ઉજવવામાં આવતાં નવા વર્ષનાં તહેવારની ઉજવણી અને પ્રકૃતિ સાથેનાં તાદાત્મ્યની વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો