Bhupendra patel

Chief Minister’s big decision for Kutch: મુખ્યમંત્રી ના કચ્છ માટે મોટો નિર્ણય: હવે 77 ગામોને મળશે સિંચાઇનો લાભ

Chief Minister’s big decision for Kutch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે.

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૧૮ જાન્યુઆરીઃ
Chief Minister’s big decision for Kutch: નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે કચ્છના ધરતી પુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓ માં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.

એટલું જ નહિ અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.

Advertisement

આ પણ વાંચો…State GST Department Raid: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપી- વાંચો વિગત

Gujarati banner 01