AAP declared the face of Punjab CM

AAP declared the face of Punjab CM: CM કેજરીવાલે પંજાબમાં AAPનો મુખ્યમંત્રી પદનો ચહેરો કર્યો જાહેર- વાંચો વિગત

AAP declared the face of Punjab CM: આપનો દાવો છે કે પંજાબમાં આપનો સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખ કરતા વધારે લોકોએ પોતાનો મત મોકલ્યો છે

નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ AAP declared the face of Punjab CM: પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો છે. અરવિંદ કેજરીવાલે આનુ એલાન કર્યુ.

અગાઉ આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી લોકો પાસે મુખ્યમંત્રી ઉમેદવાર વિશે મત માગ્યો હતો. આપનો દાવો છે કે પંજાબમાં આપનો સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખ કરતા વધારે લોકોએ પોતાનો મત મોકલ્યો છે. દાવા અનુસાર 17 જાન્યુઆરી સુધી 21.59 લાખ લોકોએ વ્હોટ્સએપ, કોલ અને મેસેજ પર સીએમ ઉમેદવારના ચહેરા પર સૂચન આપ્યા છે.

ઉમેદવારનો પરિવાર પણ સામેલ થશે

પંજાબના મુખ્યમંત્રી ઉમેદવાર પર બનાવવામાં આવેલો 6 મિનિટનો એક વીડિયો પણ આ પ્રેસ કોન્ફરન્સમાં બતાવવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ઉમેદવારના પરિવારને પણ બોલાવવામાં આવશે. 12.15 વાગે મુખ્યમંત્રી ઉમેદવાર મીડિયા સાથે વાત કરશે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 117માંથી અત્યાર સુધી 12 ઉમેદવારોના નામનુ એલાન કરી ચૂકી છે. પહેલા ચૂંટણી 12 ફેબ્રુઆરીએ થવાની હતી પરંતુ રવિદાસ જયંતીના કારણે તારીખ બદલાઈ છે.

આ પણ વાંચોઃ State GST Department Raid: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપી- વાંચો વિગત

Gujarati banner 01