CM in ambajii

CM Bhupendra On ambaji: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા અંબાજી, કર્યા માં અંબે ના દર્શન…

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

CM Bhupendra On ambaji: ભુપેન્દ્રભાઈ પટેલ પોતાની પત્ની હેતલબેન પટેલ સાથે માં અંબા ના દરબાર માં પહોંચ્યા હતા

અંબાજી, 06 ડીસેમ્બર: CM Bhupendra On ambaji: ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અંબાજી પહોંચ્યા. ભુપેન્દ્રભાઈ પટેલ પોતાની પત્ની હેતલબેન પટેલ સાથે માં અંબા ના દરબાર માં પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોએ કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સ્વાગત કર્યું.

CM in Ambaji

નિજ મંદિરમાં પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માં અંબા ના આશીર્વાદ લીધા. ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક કરી માતાજી ની ચૂંદડી ઓઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું.

મુખ્યમંત્રીએ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના આશીવાર્દ લીધા અને રક્ષાપોટલી પણ બંધાવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માતાજી ના મંદિરે ધજા રોહણ કર્યું ધર્મપત્ની સાથે ધજા ને માતાજી ના શિખરે ચઢાવી ધન્યતા અનુભવી.

આ પણ વાંચો: Jamnagar-Tirunelveli Express Divert: જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કારયેલા રૂટ પર દોડશે

Gujarati banner 01