Delhi MCD Election

Delhi MCD election result: ભાજપના 15 વર્ષના શાસનનો આવ્યો અંત, આમ આદમી પાર્ટીએ આટલી બેઠકો જીતી…

Delhi MCD election result: 250માંથી 232 બેઠકોના પરિણામોમાં AAPએ 126 બેઠકો જીતી

નવી દિલ્હી, 07 ડીસેમ્બર: Delhi MCD election result: દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. અત્યાર સુધીમાં 250માંથી 232 બેઠકોના પરિણામોમાં AAPએ 126 બેઠકો જીતી છે. એટલે કે બહુમતીનો આંકડો ખૂબ જ સરળતાથી પાર થઈ ગયો છે. જ્યારે ભાજપે 97 અને કોંગ્રેસે 7 બેઠકો જીતી છે. સાથે જ 3 બેઠકો અન્યના ખાતામાં ગઈ છે.

ટ્રાન્સજેન્ડર બોબી કિન્નરે જીતીને ઇતિહાસ રચ્યો…

દિલ્હી એમસીડી ચૂંટણીમાં સુલ્તાનપુરી એ સીટ પરથી પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ઉમેદવાર બોબી કિન્નરે જીત મેળવી છે. આ જીત સાથે બોબી કિન્નર અથવા બોબી ડાર્લિંગ MCDના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય બની ગયા છે. એમસીડીના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર વિજયી થયો હોય. AAPએ પણ MCD ચૂંટણીમાં પહેલીવાર ટ્રાન્સજેન્ડરને મેદાનમાં ઉતાર્યા છે.

2017માં પણ ચૂંટણી લડી

જણાવી દઈએ કે બોબી કિન્નરે અગાઉ પણ MCD ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. બોબીએ 2017ની ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ તે સમયે તેઓ જીત્યા ન હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોબી ડાર્લિંગને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો: Okha-Nathdwara Reschedule: ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી

Gujarati banner 01