Okra curry

Okra curry: ભીંડાને શેકીને બનાવો ભીંડાની કઢી, ભીંડા ચીકણા પણ નહિ લાગે અને કઢી બનશે ટેસ્ટી

લાઇફસ્ટાઇલ ડેસ્ક, 18 ડિસેમ્બર: Okra curry: શું તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા છો? તો આ નવી રીતે બનાવો ભીંડા નું શાક. જે એકદમ સ્વાદિષ્ટ લાગશે અને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે. આ ભીંડાની કઢીને તમે રોટલી, રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો

શું તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા છો? તો આ નવી રીતે બનાવો ભીંડા નું શાક . જે એકદમ સ્વાદિષ્ટ લાગશે અને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે. આ ભીંડાની કઢી (ને  તમે રોટલી, રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો

  • ભીંડા શેકવા માટેની સામગ્રી (Okra curry)

તેલ 1-2 ચમચી

ભીંડા 150 ગ્રામ

સ્વાદ મુજબ મીઠું

હળદર 14 ચમચી

લાલ મરચાનો પાઉડર 74 ચમચી

  • ભીંડાની કઢી માટેની સામગ્રી

દહીં – ½ કપ

બેસન – 2-3 ચમચી

હળદર –  1/2 ચમચી

ઘી/તેલ – 3-4 ચમચી

રાઈ – ½ ચમચી

 મેથી દાણા – ¼ ચમચી

લીલા મરચા સુધારેલા 2-3

આદુ પેસ્ટ ½  ચમચી

હિંગ ¼ ચમચી

મીઠા લીમડાના પાન 8-10

ડુંગળી 1 સુધારેલ

સૂકા લાલ મરચા 1-2

પાણી 3 કપ

ભીંડા ની કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું. ત્યાર બાદ કઢી ને વઘારીશું અને જ્યાં સુધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું. ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી કડાઈમાં ભીંડાને તેલમાં મસાલા સાથે શેકી લઈશું. ત્યાર બાદ છેલ્લે કાઢી અને ભીંડાને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું

ભીંડા ની કઢી (Okra curry) બનાવવાની રીત

કઢી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં દહીં લ્યો, હવે એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો. ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા નાખી તતડાવો. ત્યારબાદ હિંગ, લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો.

ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો અને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દો.

ભીંડા શેકવાની રીત

ભીંડા ને ધોઈ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મીડીયમ કટકા કરીને, ગેસ પર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો. સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મીડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો. જયારે ભીંડા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો. હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો.

આ પણ વાંચો:Vipul sharma film director:મારા માટે ફિલ્મ મેકિંગ એટલે સ્ટોરી ટેલિંગ: વિપુલ શર્મા

Gujarati banner 01