image e1669444515760

વરસાદ બાદ રાજ્યમાં સોમવારથી ઠંડીનો પારો વધશે, હવામાન વિભાગે કરી આગાહી

image

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ શિયાળાની સિઝન શરુ થઇ ગઇ છે તેમ છંતા ઠંડીમાં રાહત અનુભવાય છે. જો કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડક જણાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારથી ઠંડીનો પારો વધશે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે, જેને કારણે કચ્છના નલિયા,ભુજ,કંડલા અને ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તેમજ અમદાવાદમાં 12 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

whatsapp banner 1

વાતાવરણમાં પલટાને કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે. જેને કારણે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના દીવ,મહુવા,વેરાવળ,ભાવનગર,સુરત,વડોદરા,ભરુચ અને વલસાડમાં અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો…
NDDB મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ જાહેર કર્યું, પશુપાલન કરતા ખેડૂતોને મહિને 3હજાર રુપિયાનું પેન્શન