Operation Blue Star

Operation Blue Star: ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં વિવાદ, ખાલિસ્તાની નારા લાગ્યા

Operation Blue Star: 1984માં ભારતીય સેનાએ ઓપરેશન બ્લૂ સ્ટાર હેઠળ સુવર્ણ મંદિરમાં પ્રવેશ કરી અલગાવવાદી નેતાને ઠાર માર્યો હતો

નવી દિલ્હી, 06 જૂનઃ Operation Blue Star: ઓપરેશન બ્લૂ સ્ટારની વર્ષી પર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં વિવાદ થયો છે. મંદિરમાં ભીડે ખાલિસ્તાન સમર્થક નારા પણ લગાવ્યા હતા. આટલુ જ નહી ખાલિસ્તાની અલગાવવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલાની તસવીર લઇને પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે 28 વર્ષ પહેલા ભારતીય સેનાએ હરમંદિર સાહિબમાં પ્રવેશ કરીને ભિંડરાવાલાને ઠાર માર્યો હતો.

લોકોના એક સમહૂ અમૃતસર સુવર્ણ મંદિરના પ્રવેશ દ્વાર પર ભેગો થયો છે. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા અને ભિંડરાવાલાના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. એજન્સીએ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ complaint was registered against the leader of AAP party: કેજરીવાલની સભા પૂર્વે આપ નેતા અને મહેસાણા જિલ્લાના પ્રમુખ સામે ફરિયાદ દાખલ થઇ

શું છે ઓપરેશન બ્લૂ સ્ટાર?

આજના દિવસે વર્ષ 1984માં ભારતીય સેનાએ ઓપરેશન બ્લૂ સ્ટાર હેઠળ સુવર્ણ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ ઓપરેશન ભિંડરાવાલા અને અન્ય હથિયારબંધ આતંકીઓને ઠાર કરવા માટે શરૂ કરવામાં આવ્યુ હતુ, જે મંદિર પરિસરમાં છુપાયેલા હતા. આ ઓપરેશનમાં સેનાને સફળતા તો મળી પરંતુ કેટલાક સામાન્ય નાગરિકના પણ મોત થયા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને કહ્યુ કે શાંતિ બનાવી રાખવા માટે પોલીસને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 10th Board Result 2022: આવી ગયું છે ધોરણ 10નું પરિણામ, રાજ્યનું કુલ 65.18 ટકા પરિણામ જાહેર

Gujarati banner 01