Jagdish Mohan

Congress candidate: કોંગ્રેસના હારી ગયેલા ઉમેદવારે પોતે કાઉન્સિલર હોવાનો બતાવ્યો

Congress candidater: કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હાર માનવા તૈયાર નથી

અમદાવાદ, ૧૨ અગસ્ત: Congress candidate: અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના હારી ગયેલા ઉમેદવાર જગદીશ મોહનની પોતાની હાર સ્વીકારવા તૈયાર જ નથી. પોતે ચૂંટણી હારી ગયા બાદ પણ વૃક્ષારોપણ માટેની લોખંડની જાળીઓ ઉપર પોતે મ્યુનિ.કાઉન્સિલર હોવાની વિગત દર્શાવી અનેક સવાલો ઉભા કરી દીધા છે.

કુબેરનગર વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) જગદીશ મોહનની હારી ગયા હતા. આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એક ભાજપ ના ઉમેદવાર ને ચૂંટણી અધિકારીએ વિજયી જાહેર કર્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનનીએ હારને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો: Accused of kidnapping a girl: બ્રેકીંગ જામનગર; જામનગરના ધ્રોલ માંથી યુવતીનું અપહરણ કરનારા આરોપી ઓને ઝડપી લેતી જામનગર એલ.સી.બી.પોલીસ…

હાઈકોર્ટે પણ આ રિટ ફગાવી દીધી હતી.હાલ સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. અમદાવાદ મહાનગર પાલિકાના વર્ષ બજેટ 2021-2022 માં વૃક્ષો માટેની જાળીઓમાં જગદીશ મોહનનીને મ્યુનિ. કાઉન્સિલર તરીકે બતાવતા અનેક સવાલો પેદા થયા છે.

નોંધનીય છે કે, કુબેરનગર વોર્ડમાં પોતાની જાતે બની બેઠેલો આ પાંચમો કાઉન્સિલર છે. આગામી દિવસોમાં કદાચ કોઈ નેતા હારી પણ જશે તો પણ પોતાને દેશનો ચૂંટાયેલો નેતા માને તો નવાઈની વાત નથી.આ રાજ્યમાં હાલ અંધેર નગરી અને ગંડું રાજા જેવી પરિસ્થતી જોવા મળી રહી છે.

આવા ફોટા કોઈ એ સોશ્યિલ મીડિયા પર વાઇરલ કરેલો છે….જેની નોંધ લેવી.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો