Income tax online file

Good news from incometax: ઇન્કમ ટૅક્સ મોડો ભરનારા લોકોને દંડની રકમ ઇન્કમ ટૅક્સ ખાતું પાછી કરશે; જાણો વિગત

દિલ્હી, ૧૨ ઓગસ્ટ: Good news from incometax: કોરોના મહામારીને પગલે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે, પરંતુ આવકવેરા ખાતાએ આ મહિનાની શરૂઆતમાં રિટર્ન ફાઇલ કરનારાઓની લેટ ફી કાપી લીધી હતી. એને હવે પાછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવકવેરા ખાતાએ જાહેર કર્યું છે કે 30 જુલાઈ બાદ જેમણે રિર્ટન ફાઇલ કર્યાં હતાં અને તેમને દંડ કરવામાં આવ્યો હતો. એ હવે તેમને વ્યાજ સહિત રકમ પાછી કરાશે.

આ પણ વાંચો…New lpg connection of indane: ઈન્ડેનનું નવું એલપીજી કનેક્શન મેળવવા માટે મિસ કોલ કરો- જાહેર થયા હેલ્પલાઇન નંબર- વાંચો વિગતે

સૉફ્ટવેરમાં રહેલી ભૂલને કારણે (Good news from incometax) રિટર્ન ફાઇલ કરનારા લોકોને લેટ પેમેન્ટ ફી ભરવી પડી હતી. જોકે હવે સૉફ્ટવેરમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ભૂલને પગલે 30 જુલાઈ બાદ ઇન્કમટૅક્સ ભરનારાઓનું સેક્શન 234A અંતર્ગત વ્યાજ અને સેક્શન 234F હેઠળ લેટ પેમેન્ટની ખોટી ગણતરી થતી હતી અને લોકોના ઍકાઉન્ટમાંથી પૈસા કટ થઈ રહ્યા હતા.

Whatsapp Join Banner Guj