Gujarat election counting

Congress candidates attempted suicide: ગાંધીધામમાં મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો આપઘાતનો પ્રયાસ, વાંચો…

Congress candidates attempted suicide: કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો

ગાંધીનગર, 08 ડીસેમ્બર: Congress candidates attempted suicide: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. માલૂમ હોય કે 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ગાંધીધામમાં મતગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો થયો છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં અનેક રાઉન્ડથી ઈવીએમ મશીન પર સીલ, સહી સિક્કામાં તફાવત હોવાથી આક્ષેપો થતાં હતા. ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેસવા છતાં પગલા ન લેવાતા ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવાનો તેમને પ્રયાસ કર્યો હતો.

કચ્છ જિલ્લાની 6 બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે. અબડાસામાં પ્રધ્યુમન સિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાપર બેઠકના પરિણામ રાઉન્ડ વાઈઝ જાહેર થશે.

આ પણ વાંચો: HP election result: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત પક્કી? પણ પાર્ટીને સતાવી રહ્યો આ ડર, જાણો…

Gujarati banner 01