Congress

HP election result: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત પક્કી? પણ પાર્ટીને સતાવી રહ્યો આ ડર, જાણો…

HP election result: કોંગ્રેસ મતગણતરી વચ્ચે જ ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં શિફ્ટ કરવા કવાયત શરૂ કરી દિધી

નવી દિલ્હી, 08 ડીસેમ્બર: HP election result: ગુજરાતની વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. આની સાથે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે થયેલી ચૂંટણીના પણ મતોની ગણતરી કરવામાં આવી રહી છે. કાંટાની ટક્કર આપી રહી કોંગ્રેસને સારા પ્રદર્શન વચ્ચે પર એક ડર સતાવી રહ્યો છે. જેના કારણે કોંગ્રેસ મતગણતરી વચ્ચે જ ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં શિફ્ટ કરવા કવાયત શરૂ કરી દિધી છે.

મળતી માહિતી મુજબ, પાર્ટીને હોર્સ ટ્રેડિંગનો ડર સતાવી રહ્યો છે. ચૂંટણીના પરિણામો આવે તે પહેલા કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહી છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસને આશંકા છે કે ભાજપ તેના વિજેતા ધારાસભ્યોનો શિકાર કરી શકે છે,

આ આશંકા અને કહેવાતા ‘ઓપરેશન લોટસ’ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને રાજસ્થાન મોકલવાની યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Kaushik Jain won from dariyapur: કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર સીટ હાથમાંથી સરકી, ભાજપની જીત

Gujarati banner 01