OP Kohli death

OP Kohli death: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી નું થયું નિધન…

OP Kohli death: ઓ.પી. કોહલીની સરળતા સદૈવ સ્મરણમાં રહેશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: OP Kohli death: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના નિધન અંગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ કોહલીની સરળતા અને દેશ પ્રત્યેનો સમર્પણ ભાવ સદાય સ્મરણમાં રહેશે.

ઓમ પ્રકાશ કોહલી 37 વર્ષો સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા રહ્યા હતા. તેમણે “રાષ્ટ્રીય સુરક્ષા કે મોરચે પર’ અને ‘શિક્ષા નીતિ ઔર ભક્તિકાલ કે સંતો કી સામાજિક ચેતના’  નામના પુસ્તકો પણ લખ્યા હતા. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે.

આચાર્ય દેવવ્રતએ અંજલિ આપતાં કહ્યું કે, ઈશ્વર સદગત ઓ.પી.કોહલીના આત્માને ચિર શાંતિ સાથે પોતાના ચરણોમાં સ્થાન આપે.

આ પણ વાંચો: Liquor seized in Ahmedabad: નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ દારૂની હેરાફેરી માટે શાકભાજીની આડ ઝડપી પાડી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો