Deaths Due To Rain in Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદથી ‘હાહાકાર’, અલગ-અલગ ઘટનાઓમાં 17 લોકોના થયા મોત…
Deaths Due To Rain in Gujarat: જૂનાગઢમાં સુરક્ષાને ધ્યાને રાખી ગિરનાર રોપ-વે બંધ કરી દેવાયો
અમદાવાદ, 27 નવેમ્બરઃ Deaths Due To Rain in Gujarat: ગુજરાતમાં હવામાનની વિક્ષેપના કારણે પડેલા કમોસમી વરસાદે હોબાળો મચાવ્યો છે. હકીકતમાં, રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. જ્યારે પાકને પણ ઘણું નુકસાન થયું છે.
આવો જાણીએ વીજળી પડવાથી થયેલા મૃત્યુ વિશે
- બોટાદના બરવાળા-ધોલેરા હાઈવે પર વીજળી પડતાં 22 વર્ષના યુવકનું મોત
- અમરેલીના રોહિસામાં વીજળીએ 16 વર્ષના કિશોરનો જીવ લીધો
- વિરમગામમાં ખેતરમાં કામ કરતાં ખેડૂત પર વીજળી પડતા મોત
- મહેસાણાના કડીમાં વીજળી પડતા એક યુવક સહિત 3 પશુના મોત નિપજ્યા
- તાપીના ગુંદી ગામમાં વીજળી પડવાના કારણે બે લોકોના મોત
- સુરતના બારડોલીના મઢી ગામમાં ખેતમજૂરી કરતી મહિલાનું વીજળી પડવાના કારણે મોત થયું
- ભરૂચમાં વીજળી પડવાના કારણે દાદી-પૌત્રના કરુણ મોત થયા
- સુરેેન્દ્રનગરના ભાણેજડા ગામમાં વીજળી પડવાથી એક યુવકનું મોત
- પાંથાવાડામાં વીજળી પડવાના કારણે આરખી ગામમાં 20 વર્ષીય યુુવકે જીવ ગુમાવ્યો
- વાવના મોરખા ગામમાં વીજળી પડતા 8 વર્ષીય બાળકી મોતને ભેટી
- સાબરકાંઠાના કાબસો ગઢા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત
- દાહોદમાં વૃક્ષની નીચે ઉભેલા વ્યક્તિનો વીજળી પડવાના કારણે જીવ ગયો
- બાવળાના કાવિઠા ગામમાં 40 વર્ષીય એક યુવાનનું પણ મોત થયું
ગિરનાર રોપ-વે બંધ કરી દેવાયો
રાજ્યમાં ચારેકોર કમોસમી વરસાદ પડી રહ્યું છે. જૂનાગઢમાં સુરક્ષાને ધ્યાને રાખી ગિરનાર રોપ-વે બંધ કરી દેવાયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના નરોડા, મેમ્કો, બોપલ, સરખેજ, ઈસ્કોન, એસજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, નારણપુરા, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, નારોલ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.