2 drugs making factory found in Gujarat

Drugs found at kutch coastal: ફરી એકવાર ગુજરાતના કચ્છની દરિયાઈ સીમામાંથી ATSએ 350 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ- વાંચો વિગત

Drugs found at kutch coastal: 350 કરોડના ડ્રગ્સ પકડાવા મુદ્દે ગુજરાત ATSની કામગીરીના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વખાણ કર્યાં

કચ્છ, 08 ઓક્ટોબરઃ Drugs found at kutch coastal: ગુજરાતમાં ડ્રગ્સનો પગ પેસારો દરિયાઇ માર્ગ દ્વારા થઇ રહ્યો છે, તેમ કહેવુ ખોટુ નથી. અવારનવાર ડ્રગ્સ મોટી માત્રામાં મળતુ રહે છે. તાજેતરમાં જ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું 50 કિલો ડ્રગ્સ પકડાયું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં બોટમાંથી 50 કિલો ડ્રગ્સ સાથે 6 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટને ઝડપી લીધો છે. વધુ તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી રહી છે. તેના બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતું અને કોણે મંગાવ્યું હતું તે દિશામા તપાસ કરાશે.      

આ પણ વાંચોઃ Today indian air force day: આજે ભારતીય વાયુ દિવસ, 90 વર્ષ પહેલાં 1932 રોયલ ઈન્ડિયન એરફોર્સનું કરવામાં આવ્યું હતું નિર્માણ

તો 350 કરોડના ડ્રગ્સ પકડાવા મુદ્દે ગુજરાત ATSની કામગીરીના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વખાણ કર્યાં .ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત ATSની ટીમે ફરી એકવાર પાકિસ્તાનના ડ્રગ માફિયાઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેંક્યું છે.ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ, પાકિસ્તાનથી ગુજરાતમાં લાવવામાં આવતા ₹ 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન ભારતીય સરહદોમાં પ્રવેશતા પહેલા જપ્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર ટીમને અભિનંદન.

આ પણ વાંચોઃ Fights between football fans in Argentina: આર્જેન્ટિનામાં ફૂટબોલ ફેન્સ વચ્ચે ઝઘડો,પોલીસે કાબૂ મેળવવા માટે રબરની ગોળીઓ વરસાવી

Gujarati banner 01