Today indian air force day

Today indian air force day: આજે ભારતીય વાયુ દિવસ, 90 વર્ષ પહેલાં 1932 રોયલ ઈન્ડિયન એરફોર્સનું કરવામાં આવ્યું હતું નિર્માણ

Today indian air force day: દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ

નવી દિલ્હી, 08 ઓક્ટોબરઃ Today indian air force day: આજે 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’  નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Fights between football fans in Argentina: આર્જેન્ટિનામાં ફૂટબોલ ફેન્સ વચ્ચે ઝઘડો,પોલીસે કાબૂ મેળવવા માટે રબરની ગોળીઓ વરસાવી

ભારત અને પાકિસ્તાનનાં વિભાજન પહેલા ભારતીય વાયુસેનાની સ્થાપના થઇ ચૂકી હતી. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ અવિભાજિત ભારતમાં સંસ્થાનવાદી શાસન હેઠળ કરવામાં આવી હતી. ભારતની વાયુસેના દ્વિતિય વિશ્વયુધ્ધમાં સામેલ થઇ હતી, જેના માટે કિંગ જોર્જ 5માંએ સેનાને રોયલ નામથી સંભોધિત કર્યું હતું. જો કે દેશની આઝાદી પછી જ્યારે ગણતંત્ર ભારત બન્યું ત્યારે રોયલ નામ હટાવી લેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી પછી અત્યારસુધી ભારતીય વાયુ સેના 5 યુધ્ધ લડી ચૂકી છે.  જેમાંથી ચાર યુધ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે થયા છે અને એક યુધ્ધ ચીન સાથે થયું છે.  પાકિસ્તાન સામે 1948, 1965,1971 અને 1999માં યુધ્ધમાં ભારતીય વાયુસેના સામેલ થઇ હતી. જ્યારે ચીન સાથે 1962માં યુધ્ધમાં ભારતીય વાયુ સેના સામેલ થઇ હતી. ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કૈક્ટસ અને બાલાકોટ એર સ્ટ્રાઇક ભારતીય વાયુસેનાનાં પ્રમુખ ઓપરેશનમાં સામેલ છે. ભારતીય વાયુસેના એ 1998 માં ગુજરાત ચક્રવાત, 2004 માં સુનામી અને ઉત્તર ભારતમાં પૂર જેવી કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં ભાગ લીધો હતો. ભારતીય વાયુસેના શ્રીલંકામાં ઓપરેશન રેઈન્બો જેવા રાહત મિશનનો પણ ભાગ રહી છે.

આ પણ વાંચોઃ law for ott platforms: દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો

Gujarati banner 01