Election: BJP, RSS સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં થશે વ્યાપક દખલગીરી

Election: હોમગાર્ડઝ જવાનોના પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ અટકાવવા, દબાણથી મતદાન સહિતના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી.

IMG 20200307 173314 01 1

ગાંધીનગર, 18 ફેબ્રુઆરીઃ ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે. જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી(Election) પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયિ થઈ શકે ? હોમગાર્ડઝ જવાનોના પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ અટકાવવા, દબાણથી મતદાન સહિતના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૩૬ જેટલા શહેર – જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ માંથી ૧૮ થી વધુ હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભાજપ અને આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલા છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં ૪૦ હજાર કરતા વધુ હોમગાર્ડઝ જવાનો ચૂંટણી પ્રક્રિયાની ફરજમાં સંકળાયેલા હોય છે. ત્યારે આ હોમગાર્ડઝ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાનમાં ભાગ લેતા હોય છે ત્યારે હોમગાર્ડઝ કમાન્ડન્ટ ચોક્કસ વિચારધારા સાથે ભાજપના પદાધિકારીની જેમ વર્તીને મતદાન તરફેણમાં કરવા વિવિધ પ્રકારના દબાણની અગાઉ પણ ફરીયાદો ચૂંટણી પંચને મળી ચુકી છે ત્યારે ભાજપ અને આર.એસ.એસ. સાથે આ હોમગાર્ડઝ કમાન્ડન્ટોની સીધા સંબંધોથી મતદાન પ્રક્રિયામાં મોટા પાયે અસર થશે ત્યારે ગુજરાત ચૂંટણીપંચની બંધારણીય ફરજ બને છે કે, જે તે હોમગાર્ડઝ કમાન્ડન્ટને ચૂંટણી પ્રક્રિયાથી દુર કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણી યોજાઈ શકે.

આ પણ વાંચો…

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ(corona vaccine) કેન્દ્રમાં વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ કરાવી સલામતીનો સંદેશ આપ્યો..!