Mauritius fire news

Fire broke out in Flat: અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં ભીષણ આગ- 1 બાળકનું મોત, 30થી વધુ લોકો રેસ્ક્યૂ કરાયા

Fire broke out in Flat: આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક બાળકનું મોત નીપજ્યું, જ્યારે ત્રણથી વધુ દાઝી ગયા હતા

અમદાવાદ, 07 માર્ચઃ Fire broke out in Flat: અમદાવાદના જાણીતા વિસ્તાર દાણીલીમડામાં એક વિસ્તારમાં આગની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના ખ્વાજા ફ્લેટમાં બની હતી જ્યાં વહેલી સવારે વીજમીટરમાં આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ અફરા તફરી મચી ગઇ હતી. પાર્કિંગમાં લાગેલી આગ એકાએક એવી ફેલાઈ કે ફ્લેટના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી.

આ પણ વાંચોઃ Tips to Remove Bad Breath: બ્રશ કર્યા પછી પણ આવે છે મોંઢામાંથી વાસ, તો અપનાવો આ સરળ ટિપ્સ

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. જ્યારે ત્રણથી વધુ દાઝી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક ધોરણે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આગની ઘટના સમયે ફ્લેટમાંથી 30થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા હોવાના પણ અહેવાલ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો