Fire in Taxila building

Fire in Taxila building: અમદાવાદના તક્ષશિલા ઇમારતમાં લાગી આગ…

Fire in Taxila building: ધુમાડાથી 2 જણના શ્વાંસ રુંધાયા, ફાયર બ્રિગેડે પહોંચી આગને કાબુ કરી

અમદાવાદ, 03 ફેબ્રુઆરી: Fire in Taxila building: અમદાવાદનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા એર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલ આગને કાબુમાં લઇ લેવામાં આવી છે.

શોર્ટ સર્કિટને કારણે આગ

આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. સદનસીબે, આગને કારણે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 12માં માળે લાગેલી આ ભયાનક આગ 14માં માળ સુધી પહોંચી છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનીનાં કોઇ સમાચાર નથી. બે વૃદ્ધોનો શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat gov action against usurers: નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો