Toll tax in Gujarat

Toll tax income: ટોલટેક્સથી ગુજરાતમાં રોજાના થાય છે કરોડોની કમાણી, જાણો આંકડા…

Toll tax income: ટોલટેક્સથી ગુજરાતમાં સરેરાશ રોજ 12 કરોડની આવક, 5 વર્ષમાં 15332.21 કરોડ થઈ આવક

અમદાવાદ, 03 ફેબુઆરી: Toll tax income: ગુજરાતમાં નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની આવકના કેટલાક આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતે પાંચ વર્ષમાં ટોલ ટેક્સમાંથી 15 હજાર કરોડથી વધુની આવાક થઈ છે. આ હિસાબથી જોવા જઈએ તો આ આવક રોજ સરેરાશ 11થી 12 કરોડ થઈ રહી છે. ગુજરાત ટોલટેક્સની બાબતમાં આવકમાંટ ત્રીજા ક્રમે છે. ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ આવક નોંધાય તેવી શક્યતાઓ પણ છે.

લોકસભામાં રજુ થયેલી વિગતો મુજબ નેશનલ હાઈવે ફી-2018ના નિયમ ચાર મુજબ નેશનલ હાઈવેનો ટોલ ટેક્સ દર વર્ષે વધારવામાં આવે છે. છેલ્લા 9 મહિનામાં ટોલ ટેક્સની સૌથી વધુ આવકમાં ગુજરાતમાં થઈ છે. 

એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ રૂપિયાની આવક

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાંથી રૂ. 15332.21 કરોડની આવક થઈ છે. જેમાં વર્ષ 2022માં આ આવકમાં વધારો પણ થયો છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ રૂપિયાની આવકનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાંથી નેશનલ હાઈવે પર દરરોજ સરેરાશ રૂ. 11.82 કરોડનો ટોલ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.

પ્રથમ ક્રમે આવકમાં ઉત્તરપ્રદેશનો સમાવેશ

એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી સૌથી વધુ ટોલ ટેક્સની આવકમાં ઉત્તર પ્રદેશ રુ. 3949.20 કરોડ સાથે ટોચ પર છે, ત્યારબાદ રાજસ્થાન રુ. 3490.85 કરોડ સાથે, ત્રીજા ક્રમે ગુજરાત રહ્યું છે. આ ઉપરાંત રુ. 3205.47 કરોડ આવક સાથે મહારાષ્ટ્ર ચોથા ક્રમ છે તો કર્ણાટક 2,268.88 કરોડની આવક થઈ છે. 

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલી આવકની વિગતો

2018-19માં રૂ. 2745.42 કરોડ, 
2019-20માં રૂ. 2983.91 કરોડ, 
2020-21માં રૂ. 2720.81 કરોડ, 
2021-22માં રૂ. 3642.40 કરોડ 
2022-23માં 3,239.67 કરોડ,

5 વર્ષમાં 15332.21 કરોડ આવક

2022 એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ
દરરોજ સરેરાશ રૂ. 11.82 કરોડનો ટોલ ટેક્સ 
આગામી 5 વર્ષમાં આ આંકડા પ્રમાણે આવક વધી શકે છે 

આ પણ વાંચો: Fire in Taxila building: અમદાવાદના તક્ષશિલા ઇમારતમાં લાગી આગ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો