Gangster Prasad Pujari brought

Gangster Prasad Pujari brought: 20 વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી, અગાઉ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઇ હતી- વાંચો વિગત

Gangster Prasad Pujari brought: ગેંગસ્ટર પૂજારીની મુંબઈ પહોંચતા જ પોલીસે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

whatsapp banner

મુંબઇ, 23 માર્ચઃ Gangster Prasad Pujari brought: દેશની સુરક્ષા એજન્સીઓને વીસ વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી છે. પ્રસાદ પૂજારી નામના ગેંગસ્ટરને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ગેંગસ્ટર પ્રસાદ પૂજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે. પ્રસાદ પૂજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે. ઈન્ટરપોલે પ્રસાદ પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તેની સામે છેલ્લો કેસ વર્ષ 2020માં મુંબઈમાં નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Bhikhaji Thakor: રંજન ભટ્ટ પછી ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ- વાંચો વિગત

અહેવાલો અનુસાર પ્રસાદ પૂજારી ભારતથી ભાગીને ચીન પહોંચી ગયો હતો. ભારતીય એજન્સીઓની પકડમાંથી બચવા માટે પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યા, જેની સાથે તેને એક બાળક પણ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 2020માં પૂજારીની માતાની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓની ઘણી મહેનત બાદ આખરે આજે તેને ચીનથી ભારતમાં તડીપાર કરવામાં આવ્યો હતો. ગેંગસ્ટર પૂજારીની મુંબઈ પહોંચતા જ પોલીસે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. થોડા વર્ષો પહેલા પૂજારીએ શિવસેનાના એક નેતા પર જીવલેણ હુમલો પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર પ્રસાદ પૂજારી પર હુમલો કરનાર શિવસેના નેતાનું નામ ચંદ્રકાંત જાધવ હતું. વિક્રોલી વિસ્તારમાં રહેતા જાધવ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, જાધવનું નસીબ સારું હતું કારણ કે ગોળીબાર દરમિયાન ગોળી ચૂકી ગઈ હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો

આ પણ વાંચોઃ Sunil Grover Returned as Gutthi: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ફરી ગુત્થીના કેરેકટરમાં જોવા મળશે સુનીલ ગ્રોવર, તસ્વીર થઇ વાયરલ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો