Ganapat basava

Ganapat Vasava ambaji darshan: કેબીનેટ મંત્રી ગણપત્તભાઇ વસાવા આજે પરીવાર સાથે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા.

Ganapat Vasava ambaji darshan: ગુજરાત રાજ્યનાં આદીજાતી વિકાસ વન,મહીલા અને બાળ કલ્યાણ વિભાગના કેબીનેટ મંત્રી ગણપત્તભાઇ વસાવા આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણો હસ્તે મંત્રોચ્ચાર સહીત વહીવટદારે ખેસ પહેંરાવી સ્વાગત કર્યુ હતુ.

Ramol police station: રામોલ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજાયો, આરોપીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું

Ganapat Vasava ambaji darshan: પરીવાર સાથે અંબાજી પહોંચેલાં કેબીનેટ મંત્રી ગણપત્તભાઇ વસાવા નીજ મંદિર નાં ગર્ભગૃહ માં પુજા-અર્ચના કરી હતી. ને જ્યાં મંદિર નાં વહીવટદાર દ્વારા શ્રીયંત્ર સ્મૃર્તીચિન્હ સ્વરૂપે ભેટ આપ્યુ હતુ. ગર્ભગૃહ માં દર્શન બાદ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ નાં આશીર્વાદ પણ લીધા હતા. જ્યાં ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક કરી માતાજી ની ચુંદડી ઓઢાડી હતી. તેમજ પોતાના પરીવાર સાથે માતાજી નાં ચોક માં ફોટો પડાવી અંબાજી ની મુલાકાત ને યાદગાર બનાવી હતી.

Ganapat Vasava ambaji darshan

આ પ્રસંગે ગણપત્તભાઇ વસાવા એ જણાવ્યુ હતુ. કે હાલ શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે ત્યારે દર્શન કરી ગુજરાત ભર ની સુખાકારી માં વધારો થાય તેવી પ્રાર્થના કરી છે. ને લોકો ના સહયોગ થી આ વર્ષે વનવિભાગ દ્વારા વિવિધ સ્થળો એ 10 કરોડ જેટલાં વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખ્યા હોવાનું જણાવ્યુ હતુ ને વૃક્ષો નાં વાવેતર બાદ તેનું જતન થાય તે પણ જરૂરી બાબત ગણાવી હતી.

Whatsapp Join Banner Guj