Police blood donation

Ramol police station: રામોલ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજાયો, આરોપીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું

Ramol police station: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસકર્મી અને 50 આરોપીઓએ કર્યું બ્લડ ડોનેટ

રામોલ પોલીસ સ્ટેશનમાં મહેંકી માનવતાની મહેક !!

અમદાવાદ , ૨૬ ઓગસ્ટ: Ramol police station: થેલેસેમિયાની ગંભીર બીમારીથી પિડાતા બાળકોને લોહીની અંત્યત જરૂરીયાત હોય છે. તેવામાં તાજેતરમાં કોરોના મહામારીના કારણે લોહીની અછત સર્જાઇ રહી છે ત્યારે અમદાવાદ શહેરના રામલો પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત અન્ય કર્મચારીઓ તેમજ આરોપીઓના માનવતાવાદી અભિગમે કમાલ કરી બતાવ્યો છે. થેલેસેમિયાથી પિડાતા બાળકો માટે પોલીસ સ્ટેશન ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. એટલું જ નહીં આરોપીઓએ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ કરી શકાય તે હેતુથી પોલીસ સ્ટેશન આવીને બ્લડ ડોનેટ કર્યું હતું.

ABVP protest: અમદાવાદમાં કે.કા શાસ્ત્રી કેમ્પસ ખાતે ABVPનું વિરોધ પ્રદર્શન

રામોલ પોલીસ સ્ટેશનના (Ramol police station) સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.દવે દ્વારા રેડ ક્રોસ સંસ્થા માટે ઓપરેશન મુસ્કાનમાં મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં રામોલ પોલિસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ, અધિકારી, 50થી વધુ આરોપીઓ તેમજ વિસ્તારના સ્થાનિકો દ્વારા મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરીને થેલેસેમીયા ગ્રસ્ત નાના ભૂલકાઓના ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Ramol police station, blood donation camp

મહત્વનું છે કે રેડ ક્રોસ સંસ્થા દ્વારા 1000 થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત લોહી પૂરું પાડવાની જવાબદારી ઉપાડવામાં આવી છે. જેના ભાગરૂપે અલગ અલગ સ્થળો પર આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને થેલેસેમિયા ગ્રસ્ત ભૂલકાઓને મદદરૂપ થવાનું પુણ્ય નું કામ રેડ ક્રોસ કરી રહ્યું છે. જેનો ભાગ રામોલ પોલીસ સ્ટેશન પણ બન્યું હતું.

રામોલ પોલીસે રક્તદાન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

આ રક્તદાન કેમ્પમાં રામોલના પીઆઇ દવે સાહેબ સાથે તેમણી ટીમે રક્તદાન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઉદારતા પૂર્વક રક્તદાન કરવા રીતસર લાઇન લગાવી માનવતાની મિસાલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવા અને સુરક્ષાની સાથે અમદાવાદ શહેર પોલીસ હવે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વ્હારે આવી છે. શહેર પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લઇ તેમના માટે રક્તની જરૂરિયાત પૂરી પાડવા કટીબદ્ધ થઈ છે. અને શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Whatsapp Join Banner Guj