Suicide Attack in kabul airport

Suicide Attack in kabul airport: કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો, 13 લોકોના મોત, ફોટો અને વીડિયો થયો વાયરલ

Suicide Attack in kabul airport: અમેરિકાનાં અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો

કાબુલ, 26 ઓગષ્ટઃ Suicide Attack in kabul airport: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટથી મોટા સમાચાર બહાર આવ્યા છે. અહીં એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો થયો હોવાની માહિતી મળી છે. પેન્ટાગોનનાં પ્રવક્તા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની શક્યતા આશંકા કરી હતી. તેમજ તેમના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

અમેરિકાનાં અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ફાયરિંગ કરતો આવ્યો અને તેણે બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. મળતી માહિતી મુજબ, એરપોર્ટનાં આ ગેટ પર ઓસ્ટ્રેલિયન સૈનિકો તૈનાત છે. ઉલ્લેખનિય છે કે આ હુમલાનાં થોડા સમય પહેલા જ ISIS ના આતંકીઓ દ્વારા વિસ્ફોટનો ભય હતો. તેનો હેતુ પશ્ચિમનાં દેશોનાં સૈનિકોને નિશાન બનાવવાનો હતો જે અફઘાન શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Guj.Seeks Removal Of Stay On Sec-5: લવ જિહાદ સામેની કલમ-૫ પરનો સ્ટે હટાવવા સરકારની ગુજરાત હાઇકોર્ટમાં માગણી – વાંચો શું છે મામલો?

કાબુલ એરપોર્ટનાં જે ગેટ પર વિસ્ફોટ થયો છે, ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ છે. પેન્ટાગોને આ વાતની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે. એવી કેટલીક તસવીરો બહાર આવી છે જેમાં લોકોને લોહીલુહાણ જોઈ શકાય છે.

Whatsapp Join Banner Guj