Cong

Gujarat election campaign: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવારનો અનોખી રીતે પ્રચાર, જાણો શું કર્યું…

Gujarat election campaign: દરિયામાં સ્વિમિંગ કરીને ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા રાજુલા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર અમરીશ ડેર

અમદાવાદ, 28 નવેમ્બર: Gujarat election campaign: અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અંબરીશ ડેર વિક્ટર દરિયાકાંઠેથી ડૂબકી લગાવીને ચાંચ બંદરના સામા છેડા સુધી 350 મીટરનો દરિયામાં તરતા તરતા પ્રચાર પ્રસાર કર્યો હતો.

રાજુલાના વિકટરથી ચાંચ બંદર સુધીનો દરિયાઈ માર્ગ પર પુલ બનાવવા માટે વિધાનસભામાં અનેક વાર રજૂઆતો કરવા છતાં સરકાર ટસની મસ થઇ ન હતી. જેથી કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા નવતર પ્રકારનો વિરોધ કરી વ્યથા ઠાલવી હતી.

આ દરમિયાન અંબરીશ ડેરે જણાવ્યું હતું કે આ વખતે જો જીત મળે અને પાંચ વર્ષમાં દરિયાઈ ખાડી ઉપર પૂલ ન બનાવી શકે તો ચાંચબંદર, ખેરા અને પટવા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવા કે વોટ માટે નહીં  આવવાની બાહેંધરી આપી હતી.

આ પણ વાંચો: Arvind kejriwal statement: ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે’: કેજરીવાલની ભવિષ્યવાણી

Gujarati banner 01