pradipsinh jadeja

રાજ્યના ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી- હોસ્પિટલમાં થયા દાખલ

gujarat home minister

ગાંધીનગર, 03 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તેમાં હવે રાજ્યની સરકાર પણ લપેટમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી બાદ હવે ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહના અંગત સચિવ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ પ્રદિપસિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. હાલ તો તેઓને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…

વધતા કોરોનાના કેસના લીધે સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ(Gujarat Schools Closed) અગામી આદેશ સુધી રહેશે બંધ

Whatsapp Join Banner Guj