a4840434 d4ba 40a3 aea4 0f23446b6dc7 edited

કોરોનાના વધતા કેસથી તંત્ર ચિંતામાં, નાયબ મુખ્યમંત્રી(Nitin patel) વડોદરાની મુલાકાતેઃ કોરોનાને લઇ આપ્યુ મહત્વનું નિવેદન

Nitin patel

રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી વધુ નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે: નીતિનભાઈ પટેલ

વડોદરા, 03 એપ્રિલઃ સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે(Nitin patel) વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતી અંગેનો તામ મેળવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની પ્રેસ કોંફરન્સ આયોજીત થઇ હતી. 10 દિવસથી રાજ્ય તેમજ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પણ બીજા તબક્કામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. દિવાળી પછી સમય સારો આવ્યો હતો. કમનસીબે દેશમાં તેમજ ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે લોકડાઉન અંગે જણાવ્યું કે જો નાગરિકો નિયમોનું પાલન કરે તો કોરોનાના કેસ આપોઆપ કાબુમાં આવી જશે. તો લોકડાઉનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ગીચ વસ્તી હોવાથી સંક્રમણ વધ્યું છે.

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક મળે છે. સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. પહેલા 700 થી 800 દર્દી આવતા હતા. હાલ 2200 થી 2300 દર્દીઓ આવી રહ્યા છે. વિધાનસભામાં સતત ધારાસભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે. ધન્વંતરિ રથ દ્વારા 200 ટીમો દ્વારા વિવિધ ઝોન,વોર્ડમાં ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં દરેક વિધાનસભા દીઠ બે કેમ્પની શરૂઆત કરવામાં આવશે. જાહેર સ્થળોએ નાગરિકોના રેપીડ ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા બે ત્રણ તબક્કામાં દર્દીની સારવારની વ્યવસ્થા કરાઈ હતી. શંકાસ્પદ કોરોનાગ્રસ્ત લોકોને હોમ કવોરંટાઇન કરવાની વ્યવસ્થા કરી હતી. હોદ્દેદારોની રજુઆત કરી હતી. નાના ઘર, ચાલીમાં રહેતા લોકો માટે પાલિકા દ્વારા 4 અતિથિ ગૃહમાં કવોરંટાઇન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારના સહયોગથી દર્દી માટ જમવાની વ્યવસ્થા કરાશે. જરૂર જણાશે તો દર્દીને દાખલ કરાશે. બિન જરૂરી દર્દીઓને દાખલ કરવાના કારણે બેડ ભરાઈ જતા હતા. જેથી પાલિકા દ્વારા 4 નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે તેવી જાહેરાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. 

ADVT Dental Titanium

ખાનગી હોસ્પિટલો બિનજરૂરી લાંબા સમય સુધી દર્દીને દાખલ રાખવાની ફરિયાદો મળી હતી. મેડીકલેમના પૈસા આવવાના કારણે દર્દીઓને લાંબો સમય દાખલ રાખવામાં આવતા હતા. બિલ મોટું બનાવવા બિન જરૂરી દર્દીઓને દાખલ કરાયા હોવાની ફરિયાદ મળી છે. ગઈ કાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી આપી. બિન જરૂરી દર્દી ને દાખલ કરાશે તો એપેડમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. નિષ્ણાત તબીબોની કમિટી બાનાવવામાં આવી છે. દર્દીઓના ડેટાની ચકાસણી કરાશે. કોઈ હોસ્પિટલ માં ક્ષતિ જણાશે તો જવાબદાર  તબીબો સામે કડક કાર્યવાહી કરાશે. નીતિન પટેલની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી આપી હતી. શહેર જિલ્લામાં પૂરતી પથારીઓ ઉપલબ્ધ છે. સયાજીહોસ્પિટલમાં  625 કેપેસિટી 565 પથારી ભરેલી છે. શહેરમાં 18 લેબોરેટરી છે.એમાંથી 2 રાજ્ય સરકારની છે. ટેસ્ટ માટે વધારે ચાર્જ લેવાશે તો કડક કાર્યવાહી કરાશે.

સમગ્ર રાજ્ય માટે નિર્ણય પાલિકામાં કમિશ્નર જિલ્લામાં કલેક્ટરને શહેર જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં સરકાર તરફથી રિઝર્વ કરવાનો અધિકાર આપ્યો છે. રેમડેસીવેર ઈન્જેકશન ની અછત હતી પુરી કરી. એક કંપની ને 50 હજાર ડોઝ નો ઓર્ડર આપ્યો.  રાજ્ય માં વેક્સિનેસન ની પ્રક્રિયા માં વડોદરા બીજા ક્રમે શહેર માં પોણા ચાર લાખ ને રસી આપવાનો લક્ષ્યાંક વડોદરાને એક લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે. RTPCR સિવાય રાજ્યમાં પ્રવેશ નહીં આપવા અંગે નિર્ણય. હાલ લોકડાઉન ની કોઈ વિચારણા નથી. નાગરિકો સહયોગ આપી નિયમોનું પાલન કરશે તો લોકડાઉનની નોબત નહીં આવે. ગુજરાત માં મહારાષ્ટ્ર જેવી ગંભીર સ્થિતિ નથી. નાગરિકો સહયોગ આપશે તો લોકડાઉન ની જરૂર નથી. આજે હું આરોગ્ય મંત્રી તરીકે વડોદરા આવ્યો છું તેમ જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

અધિકારીઓ સાથે તમામ સઘન ચર્ચાઓ કરી. સરકાર કોરોનાના તમામ આંકડા જાહેર કરે છે. ભારત સરકાર દ્વારા કોરોનાના કારણે મોત અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. ડેથ ઓડિટ કમીટી મોત અંગે નિર્ણય લેતી હોય છે. કોવિડ હોસ્પિટલમાં કોઈ નું પણ મૃત્યુ થાય તેની અંતિમ વિધિ પ્રોટોકોલ પ્રમાણે કરાય છે. ભલે કોઈ અન્ય બીમારી પણ હોય. જ્યાં ગીચતા વધુ છે. જ્યાં ભીડ વધુ છે ત્યાંજ કોરોના વધુ ફેલાયો. સંક્રમણને અટકાવવું સરકારની જવાબદારી છે. બાળકો કોરોના ગ્રસ્ત થયા હોય એવી કોઈ માહિતી નથી. જો કોઈ બાળક સંક્રમિત થાય તો તેના માટે અલગ વોર્ડ ઉભા કરાયા છે. ચૂંટણી ના કારણે કોરોના નથી ફેલાયો. મેળાવડા ઓછા થશે તો જોખમ ટાળી શકાશે. તમામ પદાધિકારીઓ નેતાઓ ને સત્કાર સમારંભ રદ્દ રાખવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો….

રાજ્યના ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી- હોસ્પિટલમાં થયા દાખલ