Gyasuddin shaikh

Gyasuddin shaikh filed candidature from congress: કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખ સાયકલ પર ફોર્મ ભરવા પહોંચ્યા

Gyasuddin shaikh filed candidature from congress: ગ્યાસુદ્દીન શેખે 20 હજારની લીડથી ચોથી વાર ધારાસભ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો 

અમદાવાદ, 15 નવેમ્બર: Gyasuddin shaikh filed candidature from congress: આજે શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદીન શેખે ફોર્મ ભર્યું હતું. ગ્યાસુદીન શેખ સાયકલ ચલાવી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

આ સાથે જ ગ્યાસુદ્દીન શેખે 20 હજારની લીડથી ચોથી વાર ધારાસભ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગ્યાસુદીન શેખે મોંઘવારીના અનોખા વિરોધ સાથે ફોર્મ ભર્યું હતું. તેઓ સાયકલ ચલાવી ઔડા ઓફીસ સમર્થકો સાથે પહોંચ્યા હતા.

ગ્યાસુદ્દીનની મહેનત ગરીબોને ફળી, આયુષ્માન ભારત જેવી સુવિધાઓનો મળ્યો લાભ

ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહેતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના કારણે આયુષ્માન કાર્ડ અમલી બન્યુ હતું. સરકાર સમક્ષ સતત તેમની રજૂઆત ને પગલે સરકાર દ્વારા આ યોજના અમલી કરવામાં આવી હતી. ભાજપનો ગઢ ગણાતો દરિયાપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીતતા આવ્યા છે.

ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેઓ મુસ્લિમ ઉપરાંત હિંદુ મતદાતાઓ વચ્ચે પણ સારી એવી પકડ ધરાવે છે. સારી ઇમેજના કારણે મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા દિગ્ગજ નેતા ભરત બારોટને પરાજીત કરવામાં સફળ રહ્યા હતા. આજે પણ દરિયાપુર વિસ્તારમાં ગ્યાસુદ્દીન નું કામ બોલે છે.

મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વિના જનતાની પડખે અડીખમ રહ્યા ધારસભ્ય ‘ગ્યાસુદ્દીન શેખ’

એ મહામારી જેને આખા વિશ્વને ભરડામાં લીધી, શ્મશાનોમાં મૃતદેહોની જવારાઓ સતત ભભૂકી રહી હતી, કાળજાને ચીરતો એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ ચારેતરફ ગુંજતો હતો, શ્વાસ રુંધાય ટપોટપ લોકોના મોત થતાં હતા. એ મહામારી એટલે કોરોના વાયરસ..આજે પણ એ ઘડી યાદ આવતા સૌ કોઈની આંખો ભરાઈ આવે છે, એ ભયાનક ડરનો માહોલ ફરી આંખ સામે તરી આવે છે.

ત્યારે આ મહામારી ડોક્ટર, પોલીસ સહિત અનેક લોકોએ કોરોના વોરિયર્સ બની દર્દીઓની પડખે રહી ઘણું યોગદાન આપ્યું હતું. ત્યારે આ મહામારીમાં અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પણ અસલી નાયક બની પોતાના મતિસ્તરમાં જનતાની સેવા કરી હતી. તેમની આ અનોખી સેવાને જોઈ ખુદ રાહુલ ગાંધીએ કોરોના વોરિયર્સ તરીકે નવાજ્યા હતા.

આ પણ વાંચો: Gujarat HC on morbi bridge accident: મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાને લગાવી ફટકાર, જાણો શું કહ્યું…

Gujarati banner 01