4855d0c4 302f 42ed b888 88d939b5d748

Gyasuddin Sheikh-Shaktisingh Gohil: ગ્યાસુદ્દીને કરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોહિલની પ્રશંસા

Gyasuddin Sheikh-Shaktisingh Gohil: તેઓ એક નિર્દોષ, કર્મઠ, વિદ્વાન અને પક્ષને પુનઃ સંગઠિત કરવા સક્ષમ યોગ્ય નેતા: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ, 26 જૂનઃ Gyasuddin Sheikh-Shaktisingh Gohil: ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા ગ્યાસુદ્દીન શેખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પ્રશંસા કરતા કહ્યું છે કે, શક્તિસિંહ ગોહિલ એક નિર્દોષ, કર્મઠ, વિદ્વાન અને પક્ષને પુનઃ સંગઠિત કરવા સક્ષમ યોગ્ય નેતા છે. અમારા સહિત તમામ ધર્મ- જાતિના કાર્યકરો અને લોકોની સાથે લઘુમતી સમાજનું એકતરફી સંપૂર્ણ સમર્થન છે.

તેમણે કહ્યું છે કે, શક્તિસિંહ ગોહિલની અમારી સાથે થયેલ ચર્ચા દરમ્યાન પક્ષને સંગઠિત કરવા કોઈપણ સક્ષમ નેતા કે કાર્યકરની બાદબાકી નહી પરંતુ યોગ્યતાના આધારે સરવાળો કરવાનો દ્દઢ સંકલ્પ વ્યકત કરતાં હવે અમારા મનમાં ઉદભવતી શંકાઓનું સંપૂર્ણ રીતે સુખદ સમાધાન થયું છે અંતે કોઈ વિવાદ રહેતો નથી.

શેખે વધુમાં કહ્યું હતુ કે, એક માત્ર કોંગ્રેસ પક્ષ જ તમામ ભારતીયોની ધાર્મિક ભાવનાઓનો આદર અને સન્માન કરે છે. શક્તિસિંહ ગોહિલ હંમેશ સર્વધર્મ સમભાવ અને માનવતાના પ્રતિક છે. શક્તિસિંહ ના નેતૃત્વમાં પક્ષના એક પણ સક્ષમ નેતાની બાદબાકી સિવાય યોગ્યતાના આધારે સર્વ સમાજ સહિત નાના સમૂહોના કાર્યકર્તાઓને પણ મહત્વ આપી પક્ષને સંગઠિત કરશે. તેમણે ટ્વીટ દ્વારા પક્ષના એક પણ સક્ષમ નેતાની બાદબાકી સિવાય દરેક ધર્મ જાતિ અને સમાજના નાના સમૂહોના નેતૃત્વને મહત્વ દ્વારા શકિતનો સરવાળો કરી સંગઠનને પુનઃ મજબૂત બનાવવા અમારી લાગણી હતી

શક્તિસિંહ ગોહિલે તેમના પ્રમુખપદ સંભાળ્યાના પ્રથમ વકતવ્યમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે કોંગ્રેસ પક્ષ છોડી અન્ય પક્ષમાં ગયેલા લોકો પુનઃ કોંગ્રેસ પક્ષમાં પુનઃ જોડાવવા માટે સકારાત્મક રીતે વિનમ્ર આમંત્રણ આપ્યું એ યોગ્ય અને સરાહનીય છે.

અમુક આગેવાનો દ્વારા કોંગ્રેસ પ્રમુખ અને હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી સક્ષમ આગેવાનોની બાદબાકી કરાવી સમાજના સક્ષમ આગેવાનોનું પક્ષમાં કોઈ મહત્વ નથી તેવું સમાજમાં પ્રસ્થાપિત કરવાનું ગુનાહિત કૃત્ય કરનારા આગેવાનો ના વલણ બાબતે અમારી શક્તિસંહ ગોહિલ સાહેબ સાથે વિસ્તારપૂર્વક સકારાત્મક ગંભીરતાપૂર્વક ચર્ચાવિચારણા થઈ છે.

કોંગ્રેસને પુનઃ શક્તિશાળી બનાવવા ગ્રાઉન્ડ ઝીરો પર ભાજપ સામે પોલીસની લાઠીઓ ખાઈને પણ ગરવા ગુજરાતીઓની જનસમસ્યાઓને ઉજાગર કરી અવાજ બુલંદ કરતા કાર્યકર્તાઓના સહયોગથી ભારત દેશ માટે અતિ મહત્વની ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ ખૂબ જ સુંદર દેખાવ દ્વારા ગુજરાતમાં જનમાનસ પર પુનઃ ઉભરી આવશે.

આ પણ વાંચો… Department of Electricity: દિવસ-રાત અલગ-અલગ રહેશે વીજળીના દર, જાણો શું છે કેન્દ્ર સરકારની આ યોજના?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો