hadvad wall collops

Halvad Wall Collapsed: હળવદ GIDCમાં મીઠાના કારખાનાની દીવાલ ધસી પડતાં 12 મજૂરોના મોત, કેટલાક દટાઇ ગયા- મૃતકઆંક ઉંચો જવાની આશંકા

Halvad Wall Collapsed: 30 શ્રમિક દીવાલ નીચે દબાયા હોવાની આશંકા

મોરબી, 18 મેઃ Halvad Wall Collapsed: હળવદ GIDC ખાતે આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના પેકેજિંગ કારખાનામાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. રાબેતા મુજબ મીઠાની કોઠળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક જ કારખાનાની દીવાલ ધસી પડવાના કારણે 12 મજૂરોના મોત થયા છે અને તે સિવાય 15થી વધારે મજૂરો દીવાલ નીચે દટાયા છે. 

hadvad wall collops 3

બપોરના સમયે બનેલી આ દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દીવાલ નીચે દટાયેલા શ્રમિકોને બચાવવા માટે હિટાચી અને જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

દીવાલ નીચે હજું વધારે શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ મૃતકઆંક હજુ વધારે ઉંચો જાય તેવી શક્યતા જણાઈ રહી છે. 

hadvad wall collops 2

આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચોઃ Hardik patel resigns from all post of congress: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ

આ પણ વાંચોઃ Supreme court released rajiv gandhi assassination: રાજીવ ગાંધી હત્યાકાંડ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય,વાંચો વિગત

Gujarati banner 01