priyanka chopra and harman baweja 0b903e4ba912d920519cb6ec1260a945

બોલિવુડ એક્ટર હરમને(Harman Wedding) લીધા સાત ફેરા, એક સમયે પ્રિયંકા ચોપરાના ગડાડુબ પ્રેમમાં હતો…જાણો કોણ છે તેની દુલ્હન..! જુઓ ફોટોઝ

બોલિવુડ ડેસ્ક, 22 માર્ચઃ તાજતરમાં જ બોલિવુડ એક્ટર હરમન બાવેજા(Harman Wedding) લગ્નના બંધમાં બંધાયા છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાશા રામચંદાની સાથે કોલકત્તામાં સાત ફેરા લીધા છે. આ લગ્નનો વીડિયો અભિનેત્રિ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સાથે લગ્નના અન્ય ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

harman baweja weddign 784x441 1

લગ્નની તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હરમન બાવેજા  (Harman Wedding) એ ઓફ વ્હાઇટ અને હલ્કા પિંક કલરની શેરવાની પહેરી છે. દુલ્હને મરૂન અને ગોલ્ડન કલરનો લેંઘો પહેર્યો છે. જેમાં તે સુંદર લાગી રહી છે. આ આઉટફિટની સાથે તેણે મેચિંગ જ્વેલરી અને મરૂન કલરની બંગડી પહેરી છે. 

ADVT Dental Titanium

સોશિયલ મીડિયા પર આ પહેલા હરમન બાવેજાની પ્રી વેડિંગ સેરેમનીના ફોટો વાયરલ થયા હતા. આમિર અલીએ હરમન બાવેજાની હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં આમિર હરમનને હળદર લગાવી રહ્યો છે. રાજ કુંદ્રાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોકટેલ પાર્ટીના ફોટો શેર કર્યા હતા. આ ખાનગી ફંક્શનમાં 50-70 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

Whatsapp Join Banner Guj

2008માં આવેલી ફિલ્મ લવ સ્ટોરી 2050’ (Love Story 2050)થી ફિલ્મની કરિયરની શરૂઆત કરનાર હરમન બાવેજા  (Harman Baweja) ને રિતિક રોશનનો હમસકલ કહેવામાં આવતો હતો. હરમનની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરી 2050નું નિર્દેશન તેના પિતા હૈરી બાવેજાએ કર્યુ હતું. તો સાશા રામચંદાની હેલ્થ અને વેલનેસ એક્સપર્ટ છે. નોંધનીય છે કે, એકસમયે હરમનનું નામ પ્રિયંકા ચોપરા સાથે પણ જોડવામાં આવ્યું હતું. બંનેએ ફિલ્મ લવ સ્ટોરી 2050 અને વોટ્સ યોર રાશિમાં સાથે કામ કર્યું. બાદમાં બંનેનું બ્રેકઅપ થયા હોવાના પણ સમાચાર આવ્યા હતા.

આ પણ વાંચો….

રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ T20 2021 Final INDL vs SLL: ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત, પ્રથમ બેટિંગ કરતા આ ક્રિકેટરે કર્યો શાનદાર દેખાવ…