5c91349a 3161 4ef1 983a cb61315b38b4

શામળાજી બાદ અંબાજી મંદિર(Ambaji mandir)માં પણ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, મંદિરના વહીવટી તંત્રએ લીધો આ નિર્ણય

5c91349a 3161 4ef1 983a cb61315b38b4

અંબાજી, 22 માર્ચઃ શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir) એ નિર્ણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.  અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir) દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ નિર્ણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે.

ADVT Dental Titanium

જોકે મંદિર ટ્રસ્ટનું એ પણ કહેવું છે કે આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિરમાં નાના વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ નાના કપડાં પહેરીને આવે છે તો તેમને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશ મળશે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ T20 2021 Final INDL vs SLL: ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત, પ્રથમ બેટિંગ કરતા આ ક્રિકેટરે કર્યો શાનદાર દેખાવ…