gauri puja

Special coincidence of Lord shiva: આજે માસિક શિવરાત્રિ અને 30 એપ્રિલે શનિશ્ચરી અમાસના દિવસે કરો શિવપૂજા, તમારી પરેશાનીઓ થશે દૂર

Special coincidence of Lord shiva: શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની ખાસ પૂજા કરો

ધર્મ ડેસ્ક, 29 એપ્રિલઃSpecial coincidence of Lord shiva: એપ્રિલનો છેલ્લો શનિવાર હોવાથી આ વખતે શનિશ્ચરી અમાસનો શુભ યોગ રહેશે. શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની ખાસ પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે સાથે જ ઉંમર પણ વધે છે.

શારીરિક પરેશાનીઓથી છુટકારો
ચૈત્ર મહિનાના પ્રદોષ, શિવ ચૌદશ અને અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી જળ અને દૂધથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ. તે પછી શિવલિંગ ઉપર મદાર(આકડાનો છોડ), ધતૂરો અને બીલીપાન ચઢાવો. સાથે જ, શિવજીને સિઝનલ ફળનો ભોગ ધરાવો. આ ત્રણેય દિવસોમાં કોળું, કેરી અને દૂધનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ વસ્તુઓનું દાન કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.

આ પણ વાંચોઃ Indonesia bans palm oil exports: આજથી ઇન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો- વાંચો શું થશે અસર?

શિવ ચૌદશઃ 29 એપ્રિલ, શુક્રવાર
આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત પણ કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે દેવી પાર્વતીને સૌભાગ્ય સામગ્રી એટલે 16 શ્રૃંગાર ચઢાવવામાં આવે છે. જેથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

ચૈત્ર અમાસઃ 30 એપ્રિલ, શનિવાર
આ દિવસે ચૈત્ર વદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. આ અમાસના દિવસે પ્રદોષ કાળમાં શિવપૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળનો અર્થ, દિવસના પૂર્ણ થવા અને રાતની શરૂઆત થવાનો પહેલો સમય. આ શુભ સમયમાં ભગવાન શિવનો અભિષેક અને મહામૃત્યુંજય મંત્ર સાથે વિશેષ પૂજા કરવી જોઈએ. જેથી શારીરિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. સાથે જ, શનિ અને પિતૃ દોષની અસર પણ ઘટવા લાગે છે.

આ પણ વાંચોઃ kiara siddharth love story End: સિદ્ધાર્થ મલ્હોત્રાને કિઆરા અડવાણીની લવ સ્ટોરીનો આવ્યો અંત, હવે કારણ આવ્યુ સામે

Gujarati banner 01