Highway closed from Chikhli to Valsad: ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો અવરજવર માટેનો નેશનલ હાઈ-વે બંધ, જિલ્લા ક્લેક્ટરે આપી માહિતી- વાંચો વિગત

Highway closed from Chikhli to Valsad: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવા ને કારણે આ સમસ્યા સર્જાઇ

નવસારી, 14 જુલાઇઃHighway closed from Chikhli to Valsad: છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યભરમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, તેવામાં રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવા ને કારણે નવસારી જિલ્લા કલેકટર એ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ Financial assistance for cleaning: નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાય માટે CMએ કરી જાહેરાત

આ પણ વાંચોઃ Eating Corn Tips: વરસાદની સિઝનમાં તમને થાય છે મકાઇ ખાવાનું મન?, તો જરુરથી જાણો મકાઇ ખાવાની સાચી રીત

Gujarati banner 01