CM Bhupendra patel 600x337 1

Financial assistance for cleaning: નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાય માટે CMએ કરી જાહેરાત

Financial assistance for cleaning: રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ રૂ. ૧૭.૧૦ કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

ગાંધીનગર, 14 જુલાઇઃ Financial assistance for cleaning: છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં મેઘરાજ મનમુકીને વરસ્યા છે જેના કારણે અનેક તાલુકાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલએ આ ૧૭.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરતા હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.

રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે

આ પણ વાંચોઃ Eating Corn Tips: વરસાદની સિઝનમાં તમને થાય છે મકાઇ ખાવાનું મન?, તો જરુરથી જાણો મકાઇ ખાવાની સાચી રીત

આ ઉપરાંત નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ ૧૭.૧૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે

આ હેતુસર રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.

  • “અ” વર્ગની ૨૨ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૨૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૪૦ કરોડની રકમ અપાશે.
  • બ” વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૫૦ કરોડ ફાળવવામાં આવશે
  • ક” વર્ગની ૬૦ નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂ. ૧૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૬ કરોડ આપવામાં આવશે
  • ડ” વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૨.૨૦ કરોડની રકમ મળશે

આ પણ વાંચોઃ Elephant and mahout brave swollen ganga river: બિહારમાં ખતરનાક મોજાઓ વચ્ચે એક હાથીનો ગંગા ઓળગતો વીડિયો થયો વાયરલ- જુઓ વીડિયો

Gujarati banner 01