Eating Corn Tips

Eating Corn Tips: વરસાદની સિઝનમાં તમને થાય છે મકાઇ ખાવાનું મન?, તો જરુરથી જાણો મકાઇ ખાવાની સાચી રીત

Eating Corn Tips: કાચી ખાવામાં આવે અથવા તેને બરાબર ચાવવામાં ન આવે. ખાસ કરીને બાળકો મકાઈ ખાતી વખતે તેને બરાબર ચાવતા નથી

હેલ્થ ડેસ્ક, 14 જુલાઇઃ Eating Corn Tips: ચોમાસામાં જો સૌથી વધુ ખાવાનું મન થતું હોય તો ભજીયા પછી મકાઈ છે. મકાઈને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. મકાઈના ઔષધીય ગુણોના કારણે અનેક બીમારીનો ઈલાજ છે. પરંતુ જો મકાઈને બરાબર રીતે ખાવામાં ન આવે તો નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.

ડાયટિશિયનના મુજબ, મકાઈથી સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે, જ્યારે તેને કાચી ખાવામાં આવે અથવા તેને બરાબર ચાવવામાં ન આવે. ખાસ કરીને બાળકો મકાઈ ખાતી વખતે તેને બરાબર ચાવતા નથી, જેના કારણે તેને પચવામાં મુશ્કેલી પડે છે. આ કારણે બાળકોને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે.

મકાઈથી તબિયત લથડી શકે
ચોમાસાના ઝરમર વરસાદમાં ભાગ્યે જ કોઈ હશે જેને મકાઈ ખાવાનું પસંદ ન હોય. મકાઈમાં મીઠું, મરચું પાવડર, લીંબુ મિક્સ કરવાથી મકાઈનો સ્વાદ વધી જાય છે. પરંતુ જો તેને બરાબર પકવામાં ન આવે અને ચાવવામાં ન આવે તો મકાઈનો સ્વાદ સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. મકાઈ ખરીદતા પહેલાં ચેક કરી લો કે સોફ્ટ છે કે હાર્ડ. હાર્ડ મકાઇથી પચવામાં તકલીફ અને પેટમાં દુખાવો થશે.

આ પણ વાંચોઃ Elephant and mahout brave swollen ganga river: બિહારમાં ખતરનાક મોજાઓ વચ્ચે એક હાથીનો ગંગા ઓળગતો વીડિયો થયો વાયરલ- જુઓ વીડિયો

મકાઈ બનાવવાની સાચી રીત
મકાઈને યોગ્ય રીતે પકવવામાં ન આવે તો કાચી રહી જાય તો કબજિયાત, ગેસ, એસિડિટી, ઝાડા થઈ શકે છે. ડાયટિશિયન શિલ્પા મિત્તલ જણાવે છે કે, કૂકરમાં જો મકાઇને બાફો છો તો 3થી 4 સીટી વાગે ત્યાં સુધી રાંધો. જેથી પચવામાં કોઈ તકલીફ નહીં પડે. મકાઈ કાચી કે ઓછી રાંધેલી ન ખાવી. જે લોકો વજન ઘટાડવા માગતા હોય તે લોકોએ વધારે પડતી મકાઈનું સેવન ન કરવું જોઈએ. તેનાથી વજન વધે છે.

અનેક બીમારીનો ઈલાજ
મકાઈમાં પેન્ટોથેનિક એસિડ, ફોસ્ફરસ, નિયાસિન, ફાઇબર, મેંગેનીઝ અને વિટામિન બી6નોઇ સાથે-સાથે એન્ટિઓક્સિડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો મકાઇના લોટમાં ફાઇબર અને ગ્લૂટેન હોય તે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરની બીમારીથી રક્ષણ આપે છે. મકાઈને શેકીને પકવીને, ઉકાળીને દરેક રીતે ખાવામાં આવે છે. મકાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે રસોઈ બનાવ્યા પછી તેમાં પૌષ્ટિકતા વધી જાય છે. રાંધેલી મકાઈમાં કેરોટીનોઈડ, ફોલિક એસિડ હોય છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે. આજકાલ પોપકોર્નમાં ચીઝ, પેરી પેરી, બટર સોલ્ટ, ટેન્ગી ટોમેટો, કેરામલે જેવા સ્વાદિષ્ટ સ્વાદમાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ Govt announce compensation: ગુજરાત સરકારે વરસાદના કારણે મકાન,માનવ,પશુને થયેલા નુકશાન માટે કરી સહાય જાહેર- વાંચો વિગત

Gujarati banner 01