exam paper leaked

Hindi paper leak: ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂ્ટ્યુ, ગુજરાતનું આ શહેર બન્યુ એપિ સેન્ટર

Hindi paper leak: પેપર ફૂટવાની સમગ્ર ઘટનામાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોરના યુવકનું નામ સામે આવ્યું

દાહોદ, 10 એપ્રિલઃHindi paper leak: ગઈકાલે ધોરણ 10નું સોલ્વ કરવામાં આવેલું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. હવે પોલીસે પેપર વાયરલ કરનારાઓને શોધી કાઢ્યા છે. પેપર ફૂટવાની સમગ્ર ઘટનામાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોરના યુવકનું નામ સામે આવ્યું છે.

પેપર વાયરલ થવા મુદ્દે દાહોદ પોલીસે 5 લોકોને ઓળખી કાઢ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. જોકે, વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધ્યો છે. 

આ પણ વાંચોઃ harshal patel sister pass away: RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનુ અચાનક નિધન, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.