DV Patel part 13

About shammi kapoor: જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે…

About shammi kapoor: એ વખતે ‘શ્રેયસ’ સ્કૂલ શાહીબાગમાં હતી. લીના સારાભાઈ બાળકોને મહાકવિ હોમર કૃત ‘ઈલિયડ’ના મહાનાટ્ય પ્રયોગ માટે તૈયાર કરી રહ્યાં હતાં. તે દિવસોમાં જ અમદાવાદ શહેરના ‘કૃષ્ણ’ સિનેમામાં શમ્મી કપૂરની ફિલ્મ ‘દિલ દે કે દેખો’ રજૂ થઈ હતી. આશા પારેખની એ પહેલી ફિલ્મ હતી, પરંતુ શમ્મી કપૂરની સ્ટાઈલ પર આફરીન થઈ ગયેલી શ્રેયસની એક વિદ્યાર્થિનીએ આ ફિલ્મ ૩૩વાર જોઈ હતી. કહેવાય છે કે, એ જમાનામાં ટ્રેજેડીકિંગ દિલીપકુમાર પર મહિલાઓ, રાજ કપૂર પર રશિયનો અને દેવ આનંદ પર કોલેજમાં ભણતી યુવતીઓ ફિદા હતી, પરંતુ શમ્મી કપૂર પર એ જમાનાની ટીનએજ સ્કૂલ ગર્લ્સ પાગલ હતી.

પેશાવરથી આવેલા પૃથ્વીરાજ કપૂરના આ બીજા નંબરના પુત્રનું આખું નામ શમશેરરાજ કપૂર હતું, પરંતુ ઘરમાં બધાં તેમને ‘શમ્મી’ કહીને બોલાવતા હતા. એ દિવસોમાં તેમના માથબાઈ રાજ પર કે. અબ્બાસની સમાજવાદી કથાઓના કાકી એક એક્ટર તરીકે પ્રસ્થાપિત પઈ ચૂક્યા હતા કે, અબ્બાસ વિચારોથી સામ્યવાદી હતા. તેમનાં શિયા તરફ ઝુકાવ હતો. તેમની કથાઓ મૂડીપતિઓ સાથે મના સામાન્ય અને મજૂરવર્ગના સંધર્ષની હતી. રાજ કપૂર મોટેભાગે ફૂટપાથ પર રહેતા લોકોના માનવીનો રોલ કરતા હતા. એ નહેર પગ હતો. એ જમાનામાં દેવ આનંદ ‘સોલવા સાધ’ અને ‘લવ મેરેજ’ જેવી ફિલ્મો દ્વારા કોલેજિયનોનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ શરૂઆતની નિષ્ફળતા બાદ મમ્મી કપૂર એક બંડખોર અને બિનધારત યુવાનનો રોલ કરતા થઈ ગયા. તેમને રોકકળ કે પારિવારિક ઝઘડાઓથી ભરેલી કરબ્રાંતિકાઓના બદલે લોકોને જેની ભૂખ હતી તેવું હળવું ફૂલ મનોરંજન પીરસતી ફિલ્મમાં નાસિર ખાન લઈ ગયા. ‘તુમસા નહીં દેખા’માં શમ્મી કપૂરે તેમનું વ્યક્તિત્વ રોમેન્ટિક કરી નાખ્યું. તેમણે આગવા હાવભાવ દ્વારા શરીરનો તમામ અંગોમાંથી અભિનય પદા કર્યો. શમ્મી કપૂરે હિન્દુસ્તાનના ફિલ્મજગતમાં પહેલી જ વાર ‘બોડી લગ્વેજનો આવિષ્કાર કર્યો. જેમ મધુબાલાની આંખોમાં અભિનય હતો તેમ શમ્મી કૂપરનાં તમામ અંગોમાં કળા હતી. તેની નકલ કરનારા નિષ્ફળ ગયા. એથી ઊલટું શમ્મી કપુરની નકલ કરવા જતાં કેટલાક બેહૂદા જગાયા.

પૃથ્વીરાજ કપૂરના પુત્ર હોવાનો લાભ તેમણે કદી ના ઉઠાવ્યો. તેઓ ખુદ પોતાની જ પ્રોડક્ટ હતા. એક વાર તેમણે કહ્યું હતું. ‘મારી ફિલ્મો માત્ર આનંદ માટે છે. મનોરંજન માટે છે. હુ ફિલ્મો દ્વારા કોઈ મેસેજ આપવા માગતો નથી. આવો, જુઓ અને ખુશ થઈ હસતા હસનથ જીવ’

હિન્દી, અંગ્રેજી, પંછબી ઉપરાંત બંગાળી ભાષા જાણતા શમ્મી કપૂર ખુદ માહિતીનો ભંડાર હતા. “તે જ મોટરકાર ચલાવવાના શોખીન હતા. શૂટિંગ દરમિયાન સેટ પર તેમની વર્તણૂક રમૂજભરેલી છતાં આગાહી ના કરી શકાય તેવી હતી. તેઓ ક્યારે શું કરશે તે કહી શકાતું નહીં. એલ્વિસ પ્રેસલીની જેમ તેઓ આગવી શૈલીના ડાન્સિંગ સ્ટાર હતા. તેમને કદીયે કોરિયોગ્રાકરની જરૂર રહેતી નહીં. ડાન્સિંગ સ્ટેપ્સ તેઓ જાતે નક્કી કરતા અને ધારો કે કોઈ દશ્યની રિટેક કરવો પડે તો બીજ વખતે તેમાનાં સ્ટેપ્સ અલગ જ હોય, પરંતુ લીપ મુવમેન્ટમાં કોઈ જ ફરક પડતો નહીં. એક્શન દશ્યોમાં તેઓ કદીયે ડેમીનો ઉપયોગ કરતા નહીં. ‘લાલ છડી મેદાન ખડી’ જેવી ફિલ્મોથી માંડીને ચાહે કોઈ મુઝે જંગલી કો’ ગીતોમાં તેમની એક્ટિંગ લોકોને ખુરશીમાં નાચવાનું મન થાય તે રીતે ઝંકૃત કરી દેતી.


અલબત, શમ્મી કપૂરની સફળતાનું એક રહસ્ય મોહંમદ રફી પણ હતા. રફી સાહેબને એક વાર સાંભળ્યા બાદ તેમણે નક્કી કરી લીધું કે, તેમના માટે રહી જ ગીતો ગાઈ શકે છે. ‘અપ ગુલબદન’ જેવા ગીતો દ્વારા મોહમ્મદ રફીએ શમ્મી કપૂરના આફ્રિકાના મિજાજને ખીલવવાની બરાબર તક આપી હતી. જ્યારે અહેસાન તેરા ડોગા મુઝ પર જેવાં ગીતો દ્વારા રફી સાહેબે શમ્મી કપૂરના દિલમાં ઊંડા પ્રેમની પ્રતીતિ પણ પ્રેકીને કરાવી હતી. નિર્માતાઓએ પણ શમ્મી કપૂરના દિલફેંક સ્વભાવને અનુરૂપ ફિલ્મોનાં નામ જંગલી જાનવર, બદતમીજ, રાજકુમાર અને પ્રિન્સ જેવા નામો આપ્યાં હતા. પ્રોફેસર’ નામની ફિલ્મમાં શમ્મી કપૂર કેટલાંક દૃશ્યોમાં બનાવટી વૃદ્ધ બને છે અને લલિતા પવાર તેમના પ્રેમમાં પડે છે તે કામિકદશ્યો આજે પણ લોકોને યાદ છે.

Shammi Kapoor birth anniversary: Did you know he accessed internet before  it came to India? | Bollywood - Hindustan Times

શમ્મી કપૂર આમ તો એરોનોટિકલ એન્જિનિયર બનવા માગતા હતા, પરંતુ કપૂર પરિવારને મળેલી અભિનય-અભિયોગ્યતાના કારણે તેઓ એક્ટર બની ગયાહતા. ‘અન ઈવનિંગ ઈન પેરિસ’ અને ‘કાશ્મીર કી કલી’થી માંડીને ‘જંગલી’, ‘તીસરી મંઝિલ’, ‘રાજકુમાર’ જેવી ફિલ્મો એ વખતના વિવેચકોના મતે કોઈ વિચારપ્રધાન ફિલ્મી નહોતી, પરંતુ ૧૯૬૦થી ૧૯૬૯ના સમયગાળા દરમિયાન આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર લાખા મેળકોને ખેંચી લાવનાર હીટ ફિલ્મો હતી, શમ્મી કપૂરની ફિલ્મો મુકેશનર અને પોપ્યુલર એન્ટરટેઇનમેન્ટની ફિલ્મો ગણાતી

શમ્મી કપૂરના સમકાલીન એક્ટર દેવ આનંદ કહે છે: ‘રાજ કપૂર અને દિલીપકુમાર પછી મારા સાચુક્લા હરીફ શમ્મી કપૂર હતા. નીલી ભૂરી આંખોવાળા શમ્મી સાથે મારે હંમેશાં સ્પર્ધા રહેતી. મારી ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા’ રિલીઝ થઈ ત્યારે શમ્મીની ‘જંગલી’ પણ રજૂ થઈ. અમે બંને સફળ રહ્યા. એ પછી મારી ‘ગાઈડ ફિલ્મ રજૂ થઈ ત્યારે શમ્મી કપુરની ‘તીસરી મંઝિલ પણ રિલીઝથઈ. બંને ફિલ્મોને જબરદસ્ત સફળતા હાંસલ થઇ. અમારા બંને વચ્ચે સીધો સેતુ હતો. બીજાઓ વચ્ચે જેમ ગંદી દુશ્મનાવટ હોય છે તેવું અમારી વચ્ચે નાનું ‘

શમ્મી કપુરના અવસાન પછી પ્રાણે કહ્યું હતું કે, ‘શમ્મી કપૂર લાયન હાર્ટેડ માનવી હતા. તેમણે તેમના ઘણા સાથી કલાકારો તથા ટેકનિશિયનોને મદદ કરી હતી, પણ કોઈને મદદ કર્યાની ક્રેડિટ લેતા નહોતા. તેઓ ડમીની મદદ વિના જ એક્શન સીન કરતા ઈ. સ. ૧૯૬૮માં કાશ્મીર કી કલી’ એ ફિલ્મ શર્મિલા ટાગોરની પહેલી ફિલ્મ હતી. શર્મિલા ટાગોર પોતાની સ્મૃતિઓ વાગોળતાં કહે છે : ‘સેટ પર તેઓ મને મારું નીકનેમ રીન્કુ કહીને બોલાવતા હતા. તેમની સાથે કામ કરતાં હોઈએ ત્યારે ‘પાર્ટી’ કર હોઈએ એમ લાગતું. આ ફિલ્મમાં ‘તારીફ કરું ક્યા ઉસકી’ ગીત વખતે સ્ક્રિપ્ટમાં આવતુ ના હોવા છતાં તેમણે શ્રીનગરના દાલ સરોવરમાં ભૂસકો મારી દીધો હતો. આ તેમન સ્વયંભૂ અને સ્વયંપ્રેરિત ઍક્ટિંગ હતી. હું અને શક્તિજી પણ તેમને દાલ સરોવરમાં કૂદી પડતા જોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. કારણ આપતાં તેમણે કહ્યું હતું ‘‘બસ મને મજા આવી એટલે હું કૂદી પડ્યો. ‘ એવું જ ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ વખતે પણ હતું. ‘આસમાનસે આયા ફરિશ્તા’ ગીતના ફિલ્માંકન વખતે તેમણે હેલિકોપ્ટરમાંથી પગ લટકાવીને બેસવાનું હતું. એ દશ્યમાં તેઓ શરીર પર એક ટોવેલ વીંટાળીને બેઠા હતા અને હૅલિકોપ્ટરનો એક રૉડ તેમણે એક હાથથી પકડી રાખ્યો હતો. એ દૃશ્યમાં તેમણે ઊડતા હેલિકોપ્ટરમાંથી પાણીમાં સરકતી બોટમાં જંપ મારવાનો હતો.

દિગ્દર્શક આ દશ્ય કોઈ સ્ટંટમેન પાસે કરાવવા માંગતા હતા, પરંતુ શમ્મીજીએ સ્ટંટમેનનો ઉપયોગ કરવાની ના પાડી અને સીન તેમણે જાતે કર્યો. શમ્મી કપૂર સાથે કામ કરવું તે એક પ્રકારની મોજમસ્તી હતી. તેમની સાથે વાતો કરવાનો પણ એક આનંદ હતો. તેઓ લાઇફ અને લિટરેચર વિશે ગહન વાતો કરતા. એક વાર પુસ્તકો અંગેની વાતો કરતાં કરતાં તેમને ખબર પડી કે, મેં પી ફાઉન્ટેઈનટેડ’ પુસ્તક વાંચ્યું નથી. તો બીજા જ દિવસે તેઓ બજારમાંથી એ પુસ્તક લઈ આવ્યા અને પુસ્તક ભેટ આપ્યું. બર્ટ્રાન્ડ રસેલની કથાઓ તેમને બહુ ગમતી. થોડા મહિના પહેલાં જ હું મારી દીકરી સોહાને લઈને તેમને મળવા ગયો હતો. સોહા સાથે તેમણે ઘણી વાતો કરી. સોહાએ તેની તસવીર પણ શમ્મીજી સાથે પડાવરાવી અને તે વાતને તેને આનંદ હતો.

છેલ્લે છેલ્લે તેઓ બીમાર હતા, પરંતુ જીવન જીવવાનો આનંદ તેમણે કદી ગુમાવ્યો નહોતો. તેમણે જીવનને ભરપૂર માણ્યું. તેઓ હવે હયાત નથી એ વાત માનવા મારું મન તૈયાર નથી. ‘મૃત્યુ’ અને તે પણ શમ્મી કપૂરનું? એ શબ્દ શમ્મીજી માટે અપમાન છે. તેઓ સંપૂર્ણ જીવન જીવ્યા છે. તેઓ મારા જીવનને સ્પર્થા તેનો મને આનંદ છે. હું તેમને ‘મિસ’ કરે છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.