Hit and Run on Sindhu Bhavan Road

Hit and Run on Sindhu Bhavan Road:સિંધુ ભવન રોડ પર થાર ચાલકે 17 વર્ષીય યુવકનો જીવ લીધો, વાંચો વિગત

Hit and Run on Sindhu Bhavan Road: થાર ગાડીએ બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં 17 વર્ષના જયદીપ સોલંકીનું મોત નિપજ્યું

અમદાવાદ, 09 માર્ચઃ Hit and Run on Sindhu Bhavan Road: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ પર મોડી રાતે આ અકસ્માત સર્જાયો. થાર ગાડીએ બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં 17 વર્ષના જયદીપ સોલંકીનું મોત નિપજ્યું. અકસ્માત સર્જીને થાર ગાડી ચાલક ફરાર થઈ ગયો. થાર ગાડી પૂર ઝડપે ચલાવી  બાઈક ચાલકને 50 ફૂટ ઉછાળ્યો હતો. જેના કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ. 

ઉલ્લેખનીય છે કે, બાઈક ચાલક જયદીપ વિપુલભાઈ સોલિંકી  તેના મિત્રનું બાઇક હોન્ડા શાઈન GJ 32AB9981લઈને સિંધુ ભવન રોડ, ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે પસાર થતી વખતે મહિન્દ્રા થાર કાર નં.GJ 27ED 0106 ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર ચલાવતા અકસ્માત સર્જ્યો અને થાર ગાડી સ્થળ પર છોડીને ભાગી ગયો. ગંભીર રીતે ઘાયલ થયેલા જયદીપને બોપલ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.

આ પણ વાંચોઃ Sindhubhavan Road Accident : સિંધુ ભવન નજીક નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત, મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર…- વાંચો વિગત

એવું કહેવાય છે કે બાઈક ચાલક સાથે તેના મિત્રો નાસ્તો કરવા રાત્રે નીકળ્યા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના ઘટી. ટ્રાફિક પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

મીડિયા રીપોર્ટ મુજબ, અકસ્માત સર્જનાર ગાડીના માલિકનું નામ મયુરસિંહ ટાંક હોવાનું સામે આવ્યું છે. મયુરસિંહ ટાંકે ગાડી તેના પરિચિત હિરેન શાહના નામે લીધી હતી. કાર માલિક સાથે વાત કરતા ગાડી છેલ્લા 4 દિવસથી તેમના પરિચિતને આપી હોવાનુ જણાવ્યું. કાર માલિકનું કહેવું છે કે આ અકસ્માત અંગે તેમને ખ્યાલ નથી.  

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો