નર્મદા જિલ્લા માં કોરોના નું વધતું સંક્રમણ. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૮ નવેમ્બર: નર્મદા જિલ્લા માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને કોરોના નો ગ્રાફ વધી ને. 1500 ને પાર. પહોંચ્યો છે અને કોરોના એ અનેક અગ્રણી ને સંક્રમિત કર્યા છે. જાણવા મળ્યા મુજબ તાજેતર માં જેમની ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક થઇ છે તે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.
પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેઓ એ જીલ્લાભર નો પ્રવાસ કર્યો હતો અને બહોળી સંખ્યા માં તેમના ટેકેદારો એ ઘનશ્યામભાઈ નું ઠેર ઠેર અભિવાદન કર્યું હતું જે દરમ્યાન જાણ બહાર તેઓ કોઈ પોઝિટિવ ના સંપર્ક માં આવ્યા હશે જેથી તેઓ પણ સંક્રમિત થયા જોકે પોઝિટિવ રિપોર્ટ ની જાણ થતાંજ ઘનશ્યામ ભાઈ હોમ કોરોનટીન થયા છે અને તેઓ સ્વસ્થ છે. તેમના સમર્થકો તેઓ જલ્દી સજા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી ખબર અંતર પૂછી રહ્યા છે