Information on alternative routes

Information on alternative routes: ભારે વરસાદના કારણે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યા છે- જાણો વૈકલ્પિક રસ્તા વિશે

Information on alternative routes: વૈકલ્પિક રસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સંબંધિત રસ્તા ગામો તેમજ આસપાસ ના ગામો ની જાહેર જનતા માટે જાણકારી

સુરત, 16 ઓગષ્ટ: Information on alternative routes: મેઘરાજ ગુજરાત પર મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં ખુબ વરસાદ વરસ્યો છે. સૂરત જીલ્લા માં ભારે વરસાદનાકારણે જીલ્લા ના ગ્રામિણ રસ્તા ઓ ઉપર પાણી વહી રહ્યું હોવાના કારણે જાહેર અવર જવર માટે અસલામત અને વાહન વ્યવહાર તેમજ નાગરિકો માટે યોગ્ય ન હોઈ જીલ્લા ના નીચે મુજબ ના રસ્તાઓ ને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ઉતરે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે. અને વૈકલ્પિક રસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સંબંધિત રસ્તા ગામો તેમજ આસપાસ ના ગામો ની જાહેર જનતા માટે જાણકારી

પલસાણા તાલુકા માં સમાવેશ થાય છે તે હરીપુરા એપ્રોચ રસ્તો બંધ તેના બદલે એન. એચ. ૪૮ રસ્તા નો ઉપયોગ કરવો , અંત્રોલી કોસ વાડા રસ્તો બંધ તેના બદલે લાડવી ઓવિયણન છેડછા રસ્તા નો ઉપયોગ કરવો , બગુમરા ,બલેશ્વર બંધ બલેશ્વર એપ્રોચ્ રસ્તો એન.એચ.૪૮ નો ઉપયોગ કરવો અને બલેશ્વર સાંકી રસ્તો અને કરણ સાકી બગુમરાં રસ્તા ઉપયોગ કરવો, બગુમારા તુંડી રસ્તો એના. ટુંડી કારેલી મોતા રસ્તા નો ઉપયોગ કરવો ,તુંડી દાસ્તાન રસ્તોબંધ એના , ટૂંડી કારેલી મોતા રસ્તા નો ઉપયોગ કરવો , ,ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રસ્તો બંધ બલેશ્વર એપરોચ રસ્તા જોઈનીગ એન. એચ ,૪૮ , નો ઉપયોગ કરવા જણાવવા માં આવે છે

984fbc79 d279 4576 9c45 60065f9bbce8

મહુવા તાલુકો

Advertisement

જ્યારે મહુવા તાલુકામાં ભગવાનપૂરા વાંક થી સાંબા રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના બદલે ગુણ સવેલ ગામે ગાંધી નગ રાં ફળિયા ભગવાન પૂરા વાંક ને જોડતો રસ્તો તેમજ ગુણ સવેલ ખરોટ કાંકરિયા રસ્તો સાંબા ભોરીયા વલવાડા રસ્તા નો ઉપયોગ કરવો

આ પણ વાંચોઃ Kejriwal’s shiksha guarantee: કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે, ફરી જનતાને આપી 5 ગેરેન્ટી

બારડોલી

Advertisement

જ્યારે બારડોલી તાલુકા માં જૂની કિકવડ ગાભેની ફળિયા રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા એન. એચ.૫૩ રસ્તા નો ઉપયોગ કરવો….
સુરાલી ગામ સવીનભાઈ ચોધરી ના ઘર થી ધારિયા વાળા કૉઝવે સુધી નો રસ્તો બંધ જેના બદલે સુરાલી કોટ મુંડા રસ્તા નો ઉપયોગ કરવો , ઉતારા વધારા કરચકા રસ્તો બંધ જેના બદલે કર્ચકા મઢી વાસલ્ય ધામ રસ્તા નો ઉપયોગ કરવો , વકાનેર પારડી વાલોડ રસ્તો બંધ જેના બદલે વાંકાનેર અલ્લું મહુવા સ્ટેટ હાઇવે રસ્તા નો ઉપયોગ કરવો , બાલડા જુનવાણી રસ્તોબંધ , સૂરાલી કોત મુંડા થી બેલધા રસ્તો બંધ જેના બદલે સુરાળી ધારિયા ઓવારા રસ્તા નો ઉપયોગ કરવો,સુરાલી ધારિયા ઓવારા રસ્તો બંધ જેના બદલે વૈકલીપ માર્ગ ઈ.એસ ,એચ. ૫ નો ઉપયોગ કરવો

ad7fab5b 0fab 4890 8d8c e83c5432f987

માંગરોળ તાલુકો

જ્યારે માંગરોળ તાલુકામાં આંબાવાળી ખાડી પાર રસ્તોબંધ જેના બદલે આંબા વાડી થી કન સાડી રસ્તા નો ઉપયોગ કરવો , માંગરોળ થી નાની પારડી રસ્તો બંધ જેના બદલે નાની પારડી થીહરસની રસ્તા નો ઉપયોગ કરવો. વલેસા થી હથોડા થી મોટા બોર સ રા રસ્તો પાણી ઉતરે ત્યાં સુધી બંધ રહેશે , જેના બદલે નેશનલ હાઇવે થી મોટા બરસરા રસ્તા નો ઉપયોગ કરવા જાહેર વિનંતી કરવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત ગામો માં ની જાહેર જનતા અને વાહન ચાલકો ને સાવચેત રહેવા અને આ રસ્તા ઉપર પાણી વહી રહ્યું હોઇ અવરવજવર માટે યોગ્ય ન હોવાથી આ તમામ રસ્તા નો ઉપયોગ નહી કરવા જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ Bipasha announce pregnancy: બિપાશા બાસુએ પ્રેગનેન્સી કન્ફર્મ કરી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો પોસ્ટ કર્યો

Gujarati banner 01