Nirmala

Finance Minister warns crypto investors: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારો માટે નાણામંત્રીની આપી ખાસ ચેતવણી- વાંચો વિગત

Finance Minister warns crypto investors: નાણામંત્રીએ ભાજપ ઇકોનોમિક સેલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જનતા અને ઉદ્યોગસાહસિકોને ચેતવણી આપતા કહ્યું કે ક્રિપ્ટોકરન્સી કોઈ મુદ્દા નથી

બિઝનેસ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Finance Minister warns crypto investors: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોને ચેતવણી આપી છે. નાણામંત્રીએ ભાજપ ઇકોનોમિક સેલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જનતા અને ઉદ્યોગસાહસિકોને ચેતવણી આપતા કહ્યું કે ક્રિપ્ટોકરન્સી કોઈ મુદ્દા નથી. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ વિશે સરકાર પહેલા ચેતવણી આપી ચુકી છે. ક્રિપ્ટોકરન્સી પર આપણે સાવધાનીથી આગળ વધવુ પડશે. તેમણે કહ્યું કે ક્રિપ્ટો પર એક નવો કાયદો જલદી લાવવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે ઈડીએ મની લોન્ડ્રિંગની તપાસના સંબંધમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની તપાસ કરી છે. આ દરમિયાન એજન્સીએ ઓછામાં ઓછી બે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની સંપત્તિને ફ્રીઝ કરી છે. એકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ છે કે ઈડીની મંજૂરી વગર કંપની કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકે નહીં. ઈડીએ 5 ઓગસ્ટે વઝીરક્સ (wazirx) ની 8 મિલિયન ડોલરની બેન્ક સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી અને પાછલા સપ્તાહે વોલ્ડ ક્રિપ્ટોના બેન્ક ખાતા અને લગભગ 46 મિલિયન ડોલરની ક્રિપ્ટો સંપત્તિને ફ્રીઝ કરી હતી. 

આ પણ વાંચોઃ Information on alternative routes: ભારે વરસાદના કારણે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યા છે- જાણો વૈકલ્પિક રસ્તા વિશે

ઈડીના આરોપો પર વોલ્ટે નિવેદન જાહેપ કરી જણાવ્યું કે ઈડીની સાથે અમે સંપૂર્ણ સહયોગ કર્યો અને જુલાઈમાં સમન્સ મળ્યા બાદ તમામ જરૂરી જાણકારી અને દસ્તાવેજ જમા કર્યાં છે. અમે જણાવવા ઈચ્છીએ છીએ કે તમામ કેવાયસી ડોક્યુમેન્ટ ગ્રાહકો પાસે લેવામાં આવે છે. કંપનીએ કહ્યું અમે અમારા ગ્રાહકો અને બધા હિતધારકોના હિતોની રક્ષા માટે જરૂરી કાર્યવાહી અને કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ. 

નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે સૂચન આપ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી માટે નિયમ બનાવે. નાણામંત્રીએ કહ્યું કે જો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવો છે તો સરકારે આંતરરાષ્ટ્રીય સહયોજની જરૂર પડશે. તેમણે કહ્યું કે, આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાન માપદંડ બનાવવા પડશે. 

આ પણ વાંચોઃ Kejriwal’s shiksha guarantee: કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે, ફરી જનતાને આપી 5 ગેરેન્ટી

Gujarati banner 01