Bipasha announce pregnancy

Bipasha announce pregnancy: બિપાશા બાસુએ પ્રેગનેન્સી કન્ફર્મ કરી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો પોસ્ટ કર્યો

Bipasha announce pregnancy: બિપાશાએ લખ્યું છે કે આટલા પ્રેમ બદલ તમારા બધાનો આભાર, તમારી દુઆઓ અને શુભેચ્છાઓ હંમેશા અમારો ભાગ રહેશે

બોલિવુડ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Bipasha announce pregnancy: બિપાશા બસુ અને પતિ કરણ સિંહ ગ્રોવરના જીવનમાં એક નવા મહેમાનની એન્ટ્રી થવાની છે. બિપાશાએ લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રેગનેન્સી કન્ફર્મ કરી છે. બેબી બમ્પના ફોટા શેર કર્યા છે. 

નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં બિપાશા પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. બિપાશા સાથે પતિ કરણ સિંહ ગ્રોવરે પણ રોમેન્ટિક પોઝ આપ્યા છે. બિપાશાએ બેબી બમ્પના ફોટા શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેત્રીએ લખ્યું છે કે એક નવો ટાઈમ, નવો ફેઝ…એક નવી રોશનીએ અમારી જિંદગીમાં એક નવો શેડ જોડી દીધો છે. તે પહેલા કરતા પણ વધુ કમ્પ્લીટ કરી રહ્યો છે. અમે અલગ અલગ અમારા જીવનની શરૂઆત કરી હતી અને પછી અમે બંને એક બીજાને મળ્યા અને ત્યારથી અમે સાથે છીએ. 

View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

Advertisement

બિપાશાએ પોતાની પોસ્ટમાં મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે ફક્ત બે લોકો માટે આટલો પ્રેમ ઘણો છે. આ અમને અનફેર લાગે છે…એટલે જલદી અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બેબી જલદી અમને જોઈન કરવાનું છે. બિપાશાએ પોસ્ટમાં આગળ અઢળક પ્રેમ વરસાવવા બદલ ફેન્સનો આભાર પણ માન્યો છે. બિપાશાએ લખ્યું છે કે આટલા પ્રેમ બદલ તમારા બધાનો આભાર. તમારી દુઆઓ અને શુભેચ્છાઓ હંમેશા અમારો ભાગ રહેશે. અમારી જિંદગીનો હિસ્સો બનવા બદલ આભાર. 

આ પણ વાંચોઃ Amul hiked milk prices again: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, આવતીકાલથી નવા ભાવ લાગૂ

બિપાશા બસુ તસવીરોમાં વ્હાઈટ શર્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને પોતાનો બેબી બમ્પ બતાવ્યો છે. એક તસવીરમાં કરણ બિપાશાના બેબી બમ્પને પ્રેમથી ચુંબન કરતા જોવા મળે છે જ્યારે બીજા ફોટામાં કરણે બિપાશાના બેબી બમ્પ પર પ્રેમથી પોતાનો હાથ રાખ્યો છે. બિપાશા અને કરણ બંને વ્હાઈટ શર્ટમાં ટ્વિનિંગ કરી રહ્યા છે. તસવીરોમાં કપલની કેમિસ્ટ્રી જોવા જેવી છે. બંને ફેન્સને કપલ ગોલ આપી રહ્યા છે. 

Advertisement

બિપાશાની પ્રેગ્નન્સીની ખબર જાણીને ફેન્સ ખુશ છે. અભિનેત્રીની પોસ્ટ પર ગણતરીની મિનિટોમાં હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. કમેન્ટ સેક્શનમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhavnagar car accident: અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા

Gujarati banner 01

Advertisement