Arvind kejriwal

Kejriwal’s shiksha guarantee: કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે, ફરી જનતાને આપી 5 ગેરેન્ટી

Kejriwal’s shiksha guarantee: કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો નેતાઓ ચલાવે છે, જ્યારે સરકારી સ્કૂલો હાલત ખૂબ દયનિય છે

ભૂજ, 16 ઓગષ્ટઃKejriwal’s shiksha guarantee: આજે અરવિંદ કેજરીવાલે ભૂજમાં ગુજરાતમાં શિક્ષણ પ્રથા અને શિક્ષણનિતિને લઇને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો નેતાઓ ચલાવે છે, જ્યારે સરકારી સ્કૂલો હાલત ખૂબ દયનિય છે. શિક્ષણને લઇને તેમણે 5 ગેરેન્ટીની જાહેરાત કરી હતી. જેમાં (1) ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપીશું (2) દિલ્હીની જેમ જ બનાવીશું ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવીશું (3) દિલ્હીની જેમ જ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓના મનસ્વી ફી-વધારા પર રોક લગાવીશું (4) બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું. શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવશે. (5) શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ નહીં. 

આપ નેતા અરવિંદ કેજરીવાલની એક મહિનામાં ગુજરાતની આ ચોથી યાત્રા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજાવવાની છે. જોકે વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમએ પોતાની કમર કસી લીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલે એક ઓગસ્ટના રોજ ગિર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી અને રાજકોટના એક મદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

આ પણ વાંચોઃ Bipasha announce pregnancy: બિપાશા બાસુએ પ્રેગનેન્સી કન્ફર્મ કરી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો પોસ્ટ કર્યો

આ ઉપરાંત 10 ઓગસ્ટના રોજ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે વાયદો કર્યો હતો કે જો ગુજરાતમાં આમ આદમી પાર્તીની સરકાર બને છે તો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા ભથ્થું આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલે યુવાનો અને વેપારીઓને કહ્યું હતું કે રોજગાર ન મળે ત્યાં સુધી યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની સાથે 10 લાખ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો હતો. આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે અમે રેડ બંધ કરીશું અને વેપારીઓને ખુલ્લેઆમ વેપાર કરવાની છૂટ આપીશું. 

આ પણ વાંચોઃ Amul hiked milk prices again: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, આવતીકાલથી નવા ભાવ લાગૂ

Gujarati banner 01