JMC Chori

જાણો…., જામનગરમાં બુદ્ધિશાળી ચોરો એ પોલીસ થી બચવા ચોરી પછી બીજી શું વસ્તુ ચોરી

JMC Chori 3

રિપોર્ટ: જગત રાવલ
૦૪ ઓગષ્ટ,જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર વિસ્તારમાં આવેલી એક કલરની દુકાન તેમ જ એક ગોદામમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિતની સામગ્રી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

JMC Chori 2

ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર સામે આવેલી જામનગર વાળા ચંદ્રેશભાઇ જમનાદાસ રંગાણી ના ગોદામમાંથી રૂપિયા ૧૦ હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા.

JMC Chori


આ ઉપરાંત બાજુમાં જ આવેલી રંગન ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં પણ છત નું પતરું ખેંસવી તસ્કરો અંદર ત્રાટક્યા હતા, અને સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર તેમજ ત્રણ હજારની પરચુરણ રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા.

JMC Chori 4

ચોરીના બનાવ અંગે પોલીસને જાણ થતાં સિટી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.