ishudan

Ishudan Gadhvi’s statement on repo rate: આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી કહ્યું- ભાજપની ખોટી નીતિઓને કારણે મોંઘવારી વધશે

Ishudan Gadhvi’s statement on repo rate: રેપો રેટમાં વધારાથી ઓટો અને હોમ લોન ના ગ્રાહકો પર 3900 કરોડનો બોજ વધશેઃ ઇસુદાન ગઢવી

ગાંધીનગર, 09 જૂનઃ Ishudan Gadhvi’s statement on repo rate: આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી એ મોંઘવારી અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓ ને કારણે આજે સમગ્ર દેશ પરેશાન છે. મોંઘવારી તમામ હદ વટાવી ગઈ છે અને ભાજપ સરકાર મોંઘવારી કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. રેપો રેટમાં વધારો કરીને રિઝર્વ બેંકે મોંઘવારીનો વધુ એક ફટકો લોકો પર માર્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે એક મહિનામાં બીજી વખત વ્યાજમાં વધારો કર્યો છે. સામાન્ય જનતા પહેલાથી જ મોંઘવારીથી પરેશાન છે અને રેપો રેટમાં વધારાના કારણે હવે લોનની EMI પણ ફરી એકવાર વધી છે. રેપો રેટ વધારવાથી ગુજરાતની જનતા 6500 કરોડથી વધુનું વ્યાજ ચૂકવશે. એક તરફ સરકારે ધીમે ધીમે લોકોના રોજગાર ના રસ્તા બંધ કરી દીધા છે, ને આવી સ્થિતિ માં બીજી તરફ વધી રહેલા EMI ના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે.

આ પણ વાંચોઃ 2 rapists were set on fire by villagers: ગામના લોકોએ કિશોરીનો રેપ કરનાર બે આરોપીઓને માર મારીને જીવતા સળગાવ્યા, 1નું મોત નીપજ્યુ- વાંચો શું છે ઘટના?

ભાજપ સરકાર વિકાસ ના નારા સાથે સત્તામાં આવી. પરંતુ આજે સ્થિતિ એવી છે કે લોકો જેમ-તેમ કરીને દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે. વધતી જતી મોંઘવારી અને લોન ના વધતા હપ્તા ને કારણે દેશભરના લોકો ભારે નારાજ છે. જો સરકાર મોંઘવારી અને રોજગારી જેવા મુદ્દાઓ પર સકારાત્મક અને કડક પગલાં જલ્દી નહીં ભરે તો આવનારા સમયમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે.

રેપો રેટમાં વધારાને કારણે રિયલ એસ્ટેટ અને ઓટો ઉદ્યોગ ને સૌથી વધુ નુકસાન થશે. ઉદ્યોગો નો વિકાસ અટકશે. આ સિવાય પર્સનલ લોન લઈને નાનો બિઝનેસ કરનારાઓ પર પણ બોજ વધશે. 3.26 લાખ કરોડની હોમ લોન પર ગ્રાહકને વાર્ષિક 2934 કરોડનો વધારો મળશે. સૌથી ખરાબ હાલત એવા ખેડૂતોની હશે જેમણે તેમની ખેતીના વિકાસ માટે લોન લીધી હશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર લોકોની સમસ્યાઓને સમજે અને લોકોને આર્થિક સંકટમાંથી બહાર કાઢે.

ગુજરાતની સાથે સાથે આખા દેશમાં પણ અસર થશે, પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોવાને કારણે લોકોને ઘણો આર્થિક ફાયદો થઈ રહ્યો છે, તેથી અમે આશા રાખીએ છીએ કે રેપો રેટમાં વધારાની અસર દિલ્હીના લોકો પર વધુ નહીં પડે. દિલ્હીમાં લોકોને વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓની બસમાં મુસાફરી જેવી ઘણી બધી બાબતો માટે કોઈ ખર્ચો ચૂકવવો પડતો નથી, તો કેજરીવાલ સરકારની આ બધી સુવિધાઓ ના કારણે દિલ્હીના લોકોને ઘણો આર્થિક ફાયદો થાય છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય રાજ્યોના લોકો પણ કેજરીવાલ મોડલ અપનાવે અને લોકોને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ કરે.

આ પણ વાંચોઃ Nayanthara wedding photos: સાઉથની અભિનેત્રી નયનતારાએ ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા, શાહરુખ, સમંથાથી લઇ આ મહેમાનોએ આપી હાજરી

Gujarati banner 01