Isudan gadhvi visited khambhaliya civil hospital

Isudan gadhvi visited khambhaliya civil hospital: આપ નેતા ઈસુદાન ગઢવીએ લીધી ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ની મુલાકાત…

Isudan gadhvi visited khambhaliya civil hospital: આપના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ખંભાળિયા જિલ્લા પ્રમુખ, કાર્યકર્તાઓ જોડે આજે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી

ગાંધીનગર, 24 ડિસેમ્બર: Isudan gadhvi visited khambhaliya civil hospital: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ખંભાળિયા જિલ્લા પ્રમુખ, કાર્યકર્તાઓ જોડે આજે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ઈસુદાન ગઢવી એ ગુજરાત સરકાર અને ગુજરાત ની પ્રજા ને કોરોના ના વધી રહેલા વ્યાપ માટે સાવધાન રહેવા વિનતી કરી હતી. અને ગુજરાત સરકાર ને દરખાસ્ત કરી હતી કે જે પણ સ્ટાફ ની આછત છે એમને તાત્કાલિક ધોરણે ભરવા મા આવે.

સિવિલ મા સીટી સ્કેન મશીન ના હોવા ના કારણે દર્દીઓ ને જામનગર સુધી ધક્કો ખાવો પડે છે. એની પણ રજૂઆત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને કરવા મા આવશે.

વધી રહેલા કોરોના ના કેસ ના કારણે ઈસુદાન ગઢવી એ વધુ જણાવતા કહ્યું હતું કે ચીન અને જ્યાં પણ કોરોના કેસ વાળા દેશ થી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ને સ્ક્રીનીંગ બરાબર થાય એની તાકીદ લેવી જોઈએ.

આ પણ વાંચો: Tunisha sharma suicide: મુંબઈમાં આ અભિનેત્રીએ ટીવી સીરિયલના સેટ પર જ કર્યો આપઘાત, ચોંકી ગઈ ઈન્ડસ્ટ્રી

Gujarati banner 01