Tunisha sharma

Tunisha sharma suicide: મુંબઈમાં આ અભિનેત્રીએ ટીવી સીરિયલના સેટ પર જ કર્યો આપઘાત, ચોંકી ગઈ ઈન્ડસ્ટ્રી

Tunisha sharma suicide: તુનિષાએ શોના સેટ પર જ આ આત્યંતિક પગલું ભર્યું હતું અને શોના મુખ્ય અભિનેતાના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો

મનોરંજન ડેસ્ક, 24 ડિસેમ્બર: Tunisha sharma suicide: ભારતીય સિનેમા જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર સામે આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. જાણીતું છે કે તુનિષા હાલમાં SAB ટીવીના શો દાસ્તાન-એ-કાબુલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. આ દરમિયાન તેણે આટલું મોટું પગલું કેમ ભર્યું તે કોઈ સમજી શક્યું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષાએ શોના સેટ પર જ આ આત્યંતિક પગલું ભર્યું હતું અને શોના મુખ્ય અભિનેતાના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. જેમ જ કોઈએ તુનીષાના મૃતદેહને ફાંસીથી લટકતો જોયો તો તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જો કે અહી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

તુનિષાએ આવું કેમ કર્યું અને આટલું મોટું પગલું ભરવા પાછળનું કારણ શું હશે, તે અંગે હાલ કોઈ માહિતી નથી. તુનિષાની ઉંમર માત્ર 20 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં તેને લોકપ્રિય શોમાં લીડ રોલ કરવાનો મોકો મળ્યો. આવી સ્થિતિમાં, તે તેના માટે ખૂબ જ સારો સમય હતો. તેણી પ્રખ્યાત થઈ રહી હતી.

આ સિરિયલોમાં કર્યું છે કામ…

અલી બાબા- દાસ્તાન-એ-કાબુલમાં મરિયમની ભૂમિકા ભજવનારી તુનીશા અગાઉ પણ ઘણી સીરિયલોમાં જોવા મળી હતી. ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈસ્ક સુભાનલ્લાહ જેવા શોમાં દેખાયા હતા. તો આ સિવાય તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો: Ambani will donate 300 kg gold: મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન, 300 કિલો સોનું કરશે દાન…

Gujarati banner 01