WhatsApp Image 2020 08 07 at 11.45.44 AM 1

જામનગર શહેર માં કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતિત

CM 2

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે જામનગર આવી સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરશે

રિપોર્ટ: જગત રાવલ
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોના ના કહેર ને કાબુમાં લેવામાં તંત્ર ની કામગીરી ની સમીક્ષા કરવા તેમજ જામનગર શહેરમાં ખૂબ જ વધતા જતા કોરોના ના કેસ ને લઈને રાજ્ય સરકાર ચિંતિત બની છે, અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે જામનગર આવી પહોંચશે અને સમીક્ષા બેઠક કરશે.

jmc leader

છેલ્લા એકાદ સપ્તાહથી કોરોના ના કેસો ની ગતિ ખૂબ જ તેજ થઈ ગઈ છે, અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન- પ્રતિદિન વધારો થતો જાય છે. કોરોના કહેર ને કાબુમાં લેવા માટે સ્થાનિક તંત્ર કમ્મર કશી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે બપોરે બે વાગ્યે જામનગર આવી પહોંચશે, અને જામનગરના તમામ સ્થાનિક વહીવટી તંત્રની સાથે સમીક્ષા બેઠક કરશે, ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ રાજ્યના બંને મંત્રીઓ કેબિનેટમંત્રી આર.સી.ફરદુ , રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે પણ બેઠક યોજીને કોરોના ના સંક્રમણ ને કાબુમાં લેવા માટે ની સમીક્ષા કરશે તેવું જાણવા મળી રહ્યું છે.