જામનગરમાં ભૂલકાઓએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી
રિપોર્ટ: જગત રાવલ
૦૨ ઓગસ્ટ:જામનગર શહેરમાં નાના ભૂલકાઓએ આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી.અને એકબીજાના હાથમાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં કેટલાક નાના ભૂલકાઓએ પોતાના મિત્રો સાથે મળીને એક બીજાના હાથમાં ફ્રેંડશીપ બેલ્ટ બાંધી ઉજવણી કરી હતી, તેમજ મિત્રતાની એક બીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
જોકે નાના ભૂલકાઓ ઉપરાંત મોટા યુવક યુવતીઓએ પણ એકબીજા સાથે મિત્રતા ની ઉજવણી કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન એકબીજાને રૂબરૂ મળ્યા સિવાય સોશિયલ મિડિયાના માધ્યમથી પણ મેસેજ મોકલી ફ્રેન્ડશીપ ડે મનાવ્યો હતો.